ગીર સોમનાથ જિલ્લામાં સર્વ શ્રેષ્ઠ સુવિધાઓ સાથેની બેન્કનુ ઉદ્ઘાટન કરતા કલેકટર ગોહિલ
સોમનાથ મંદિર ની નજીક સોમનાથ ટ્રસ્ટ ની ઓફીસ ની બાજુમાં સ્થળાંતર કરી ને નવા અધતન સુવિધાજનક બિલ્ડીંગ માં એસ બી આઈ બેન્ક ની શરૂઆત કરવામાં આવેલ છે આ બેન્ક પહેલા પ્રભાસ પાટણ હાઇવે રોડ ની બાજુમાં હતી પરંતુ ત્યાં સકડાસ અને પાર્કિંગ નો પ્રશ્ર્ન હતો જેથી લોકો ને અગવડતા પડતી હતી
સોમનાથ આવતા યાત્રિકો ને પણ રોડ સુધી આવવું પડતું હતું જેથી યાત્રિકો અને સ્થાનિક લોકો ને સારી સુવિધા ની સાથે પાર્કિંગ ની અગવડતા ન પડે તે માટે એસ બી આઈ બેન્ક ને સોમનાથ સ્થળાંતર કરવામાં આવેલ છે આ બેન્ક સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સર્વ શ્રેષ્ઠ સુવિધાઓ અને અધતન બેન્ક બનાવવામાં આવેલ છે જેમા સુવિધાઓ મા એ ટી એમ મશીન,પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે રીસાઇકલર મશીન, પાસબુક પ્રીટીગ ના બે મશીનો, ડીજીટલ ઈ કોર્નર સહિત અનેકવિધ સુવિધાઓ સજ્જ આ સ્થળાંતરિત બેન્ક નુ ઉદધાટ જીલ્લા કલેકટર આર જી ગોહિલ, સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જે ડી પરમાર,એસ બી આઈ ના સહાયક મહા પ્રબંધક શશીકુમાર, સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા,શાખા પ્રબંધક યોગેશ કુમાર,આ. મેનેજર શ્રૃતિબેન પરમાર,એસ બી આઈ એડવોકેટ સુરપાલસિહ ઝાલા,રોહિત સોની, કાન્તા કુમાર સિંહા,પ્રતિક પંડ્યા,જીગર લાડવા, આશિષ ચર્મા,રાજેશ સાહુ સહિત એસ બી આઈ બેન્ક નો સ્ટાફ હાજર હતો.
આ તકે એસ બી આઈ સહાયક મહા પ્રબંધક શશી કુમારે જણાવેલ કે સોમનાથ સમગ્ર દેશ અને દુનિયામાં થી યાત્રિકો આવે છે જેથી કોઈ ને અગવડતા ન પડે અને સારી સુવિધા મળે તેવી કર્મચારીઓ ની માર્ગદર્શન આપેલ.