પાકિસ્તાને તેના સ્વભાવ મુજબ છેલ્લે સુધી આડોડાઈ અને અસમંજસની સ્થિતિ યથાવત રાખી: યાત્રાળુઓ પાસેથી આજના દિવસ પૂરતી જ ફી નહીં વસુલે !
ભારત-પાકિસ્તાન વચ્ચેના વર્ષો જૂના તનાવપૂર્વકના સંબંધો સુધરે અને સીમાપારની બંને બાજુ મૈત્રી ભર્યા વાતાવરણ સર્જાય આજે કરતારપૂર કોરિડોરનાં ઉદઘાટન થઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ ઉદઘાટન કાર્યક્રમને લઈને સામસામે ખેંચતાણ ચાલી રહી છે.ભારત આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાન કરતારપૂર સતાવાર રીતે કરતારપૂર કોરીડોરમાં શ્રધ્ધાળુઓને પાસપોર્ટ વગર પ્રવેશના નિર્ણયના અમલ અંગે સ્પષ્ટવલણ જાહેર કર્યું નથી તેની સામે પાકિસ્તાન એવી દલીલ કરે છે કે ભારત સુવિધાઓના માપદંડની જાળવણી માટે અસમર્થ રહે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહમોહમદ કુરેશીએ ભારતીય પત્રકારોના પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતુ કે કોરીડોરની યોજનાની સાર્થકતા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને અગાઉ જ જાહેરાત કરીને કોઈપણ જાતની ફી ન લેવાનું અને ૯ થી ૧૨ નવે. દરમિયાન વિના મૂલ્યે પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી. ૯મી નવે પછી બંને દેશો સમજૂતી શ્મુજબ યાત્રાળુઓ માટે જરૂરી પાસપોર્ટની એન્ડ્રીનો અમલ શરૂ થશે હવે બધુ ભારત પર નિર્ભર છે.
ભારત સરકાર પાકિસ્તાન સાથે સમજૂતી મુજબ શિખ ભાવિકોને પાસપોર્ટ સાથે પ્રવેશ આપવાની પ્રક્રિયાને માન આપવું જોઈએ. કરતારપૂર ગૂદ્વારામાં ભાવિકો પાસેથી ફીલેવાના મુદે ભારત ફરીવાર પાકિસ્તાન ૨૦ અમેરિકન ડોલરની ફીનો નિર્ણય પડતો મૂકવાની અને ગરીબ અને મધ્યમ વર્ગના શ્રધ્ધાળુઓ માટે યોગ્ય ન હોવાનું આગ્રહ રાખ્યો છે. ઈમરાનખાનના હાથે આજ કરતાર પૂર સાહેબનું ઉદઘાટન થયું છે. પરંતુ હજુ તેના કાર્યક્રમ સ્પષ્ટ શું નિશ્ર્ચિત નથી ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ અંગેની અનિશ્ર્ચિતતા સેવાઈ રહી છે. કરતારપૂર કોરીડોરનું ઉદઘાટનું આજે થટું છે. ત્યારે છેલ્લી ઘડી સુધી પાકિસ્તાનની આડોડાઈ ચાલુ જ રહેવા પામી હતી.