ભારત સુપ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ જયોતિલીંગ તીર્થ ક્ષેત્ર પ્રભાસમાં નાતાલના વેકેશનને કારણે પ્રવાસીઓ યાત્રિકો અને શાળાઓની શૈક્ષણિક ટુરથી પ્રવાસીઓથી ઉભરાયુંછે. સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ચાર મુખ્ય અતિથિ ગૃહો છે જે મોટે ભાગે હાઉસ ફુલ છે. તો ખાનગી અતિથિ ગૃહોમાં પણ બુકીંગો નાતાલને કારણે વ્યસ્ત છે.
સામાન્ય રીતે રપ ડીસેમ્બરે શરુ થતો પ્રવાસીઓનો પ્રવાહ એ પહેલાંથી જ ચાલુ થઇ ગયેલ છે. વિશેષમાં આ વરસે રપ ડીસે. રવિવાર પણ આવતો હોઇ જેથી વેકેશન સિવાયનો પ્રવાહ પણ ઉમેરાશે તા.રપ થી 1 જાન્યુ. સુધીનો આ પ્રવાહ સોમનાથને કેન્દ્ર બનાવી દિવ, સાસણ, તુલસીશ્યામ, દ્વારકા, સહિતના સ્થળોએ પર્યટન, દર્શન, તીર્થયાત્રા ફરી વેકેશનનો ભરપુર આનંદ માણશે.
ઉભરાયેલા આ માનવ પ્રવાહને કારણે સોમનાથ મંદિર આસપાસ અને દરિયા કિનારે ધંધા રોજગારમાં તેજીનું મોજુ આવી રહ્યું છે.
ત્રિવેણી સંગમ પવિત્ર સ્નાન સુરખાબ પક્ષી દર્શન અને મોબાઇલ કેમેરામાં કલીક, નૌકા વિહાર, ભાલકા, ભીડીયા અને સોમનાથ સમુદ્ર તરે મજેદાર ખરીદી કેમલ અને ઘોડેસ્વારી સાથે સાગરના રમણીય દ્રશ્યો કેમેરામાં કંડારી લોકો વેકેશન પ્રવાસનો મજેદાર આનંદ માણે છે. અને દર્શન સુખથી ધન્યતા અનુભવે છે.