ઓખા મંડળમાં આવેલ ભેટ શંખોદવારા ટાપુ દેશનું પ્રવાસન યાત્રાધામ તરીકે પ્રચલીત છે. અહીં દરરોજ હજારો યાત્રાળુઓ દરીયાઇ સહેલગાહ માટે આવે છે. ઓખાથી પાંચ કિલો મીટર દરીયાઇ રસ્તે આવેલ આ બેટ ટાપુ ૪૦ કિલોમીટરનો કિનારો પ્રવાસીઓ માટેનો રમણીય દરીયા કાંઠો મનાઇ છે.
નાતાલના વેકેશન અને નવા વર્ષને વધાવવા ઓખા જેટી પર હજારો યાત્રીકો ઉમટી પડયા હતા. અહી પાકીંગ વ્યવસ્થા તથા ટ્રાફીક માટે પોલીસ બદોબસ્ત પણ વધારી દેવાયો હતો. અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફી ખાણપીણીના સ્ટોલો ઉભા કરાયા જી.એમ.બી. પોર્ટ દ્વારા પેસેન્જર બોટોને કેપેસીટી પ્રમાણે પેસેન્જર ભરવા અને નિયત કરેલ ભાડુ લેવા કડક સુચનો કર્યા છે. આમ ઓખા તથા બેટ જેટી પર ન્યુ અર સેલીબ્રેશન માટે માનવ મેરામણ ઉમટી પડયું હતું.