દીવમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ નો જમાવડો અને હજુ લાભપાંચમ સુધી વધુ સહેલાણીઓ ઉમટી પડશે.
દિવ્યા સ્થાનિક લોકો તેમજ આવનાર સહેલાણીઓ ના દરેક સરકારી guideline નું પાલન કરે તેવી દીવ કલેક્ટરની અપીલ
દીવ-દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ તેમજ દીવ જિલ્લા કલેકટર શ્રીમતી સલોની રાય ના માર્ગદર્શન થી દીવ હેલ્થ ડિપાર્ટમેન્ટ ના અથાગ પ્રયત્નોને કારણે આજે દિવ માં એક પણ કોરોના પોઝિટિવ કેસ રહ્યો નથી. અને આજે દિવ ફરી એક વખત દીવ કોરોના મુક્ત બની ગયું છે.
દીવમાં દિવાળીના તહેવારોને લઈને મોટી સંખ્યામાં અત્યારે સહેલાણીઓ આવી રહ્યા છે. દીવ જિલ્લા કલેકટર શ્રીમતી saloni rai આજે એક પ્રેસ-કોન્ફરન્સ ના માધ્યમથી લોકોને અપીલ કરેલી છે કે દીવ આજે કોરોના મુક્ત બન્યુ છે પરંતુ આપણે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે માટે દરેકે માસ્ક ફરજીયાત પહેરવું, સેનીટાઇઝર, સામાજિક અંતર જળવાય રહે. covid-19 લઈને સરકારી ગાઇડ લાઇનની પૂરેપૂરી તકેદારી રાખવા માટે લોકોને તેમજ દીવ માં ફરવા આવનાર સહેલાણીઓને ખાસ અપીલ કરી છે.
દીવ પ્રશાસન એવી આશા રાખે છે કે લાભપાંચમ સુધી આવનારા બે દિવસોમાં હજી વધુમાં વધુ સહેલાણીઓ આવે અને દિવ માં ફરવા ની પુરેપુરી મજા માણી શકે આ સાથે દીવ પ્રશાસન તરફથી પણ covid-19 ને લઈ અને દરેક તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અલગ અલગ ટીમો દ્વારા તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પણ લોકોને માસ્ક પહેરવા અને જાહેર સ્થળો પર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સેનીટાઇઝર પણ કરવામાં આવી રહ્યું છે. દરેક પ્રકારની તકેદારી રાખવા માટે પણ સમજાવવામાં આવી રહ્યું છે.
હાલ અત્યારે દીવ કોરોના મુક્ત બની ગયું છે. અને ફરી હવે દીવમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાય નહીં તે માટે દીવ પ્રશાસન પૂરેપૂરી તકેદારી રાખી રહ્યું છે સાથે પ્રશાસન લોકો અને સહેલાણીઓ પાસેથી પણ એવી આશા રાખે છે કે તેઓ અહીં દીવમાં પૂરેપૂરી મજા માણી શકે સાથે તકેદારી પણ રાખે જેથી દીવમાં ફરી કોરોના પ્રવેશી શકે નહીં.