પાલિકાને જાણે કે સ્વચ્છતામાં કોઈ રસ ના હોય તેવું ચિત્ર

પ્રભાસ પાટણ સોમનાથ માં ગંદકી સફાઈ બાબતે નગરપાલિકાની ધોર બેદરકારી સ્વચ્છતા જાળવવામાં બિલકુલ નિષ્ફળ ગઈ નગરપાલિકા પ્રભાસ પાટણના મોટા કોળી વાળા વિસ્તારમાં ગંદા પાણી નિકાલના ધોરીયા સાફ કરતા નથી જેને કારણે કિચડ બદબુ અને રોગચાળો જેવી સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ છે તેવી જ રીતે ગુડલક સર્કલ પાસે આવેલ વાસમાં તો ગટરનું પાણી નિકાસ જ થતું નથી અને સફાઈ પણ કરાતી નથી જેથી ગારો કીચડ અને કચરાના ગંજ રસ્તા ઉપર વેરાઈ છે

ગામમાં ડીડીટી છટકાવ થતો નથી થાકેલા પાકેલા મજૂર વર્ગની વસ્તી આ ગામમાં મોટી છે તેની ફરિયાદને કોઈ દાદ મળતી નથી રાત્રે મચ્છર જીવ જંતુ કરડવાથી તાવ જેવા રોગથીહાલાકી આવે છે ફરિયાદ કરવા જાય તો કહે છે અમારી પાસે માણસ નથી તો નગરપાલિકા પ્રત્યેક ઘર દીઠ સફાઈ વેરો લાઈટ વેરો પાણી વેરો મિલકત વેરો તેમજ અન્ય વેરો કારમી મોંઘવારીમાં ભોગવે છે તો સફાઈ માટે પૂરતો સ્ટાફ કેમ નથી રખાતો ગામનો મોટો મોટાભાગની સફાઈ તો યાત્રાધામ બોર્ડ હસ્તકની કંપની કરે છે

પરંતુ બચેલા નાના ભાગમાં પણ સફાઈ છે નગરપાલિકાએ કરવાની હોય છે તેમાં પણ સાવ હવે ધંધીયા છે એક બાજુ સરકાર વિશ્વ આરોગ્ય દિન અને સ્વચ્છતા સપ્તાહ જવા જોરદાર મહેનત કરે છે પરંતુ પ્રભાસ પાટણની સાફ-સફાઈ રાખવાની અને જેને કારણે લોકોના આરોગ્યની રક્ષા કરવાની ફરજ નગરપાલિકાની છે તો સાવ નિષ્ફળ ગઈ છે રોડ રસ્તાની સફાઈ કરવાની નગરપાલિકાએ તેને મળતી સરકારી ગ્રાન્ટ અને અન્ય વેરા માંથી કરવાનીહોય છે પરંતુ અહીં તો ઘરછીઠ સફાઇવેરોનો બોજોનાગરિકો ઉપર લાદી દીધો છે લોકો કહે છે કે હવે તો આના કરતાં પાટણની અલગ નગરપાલિકા સ્થાપવી જોઈએ ગામની આવી દશા હોય તો નગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોનું શું હાલત હશે તે સમજી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.