શું પોલીસ માનવીની વ્યાખ્યામાં આવે?
તહેવારોમાં પરિવારથી દુર રહી ફરજ બજાવતા પોલીસ માટે માનવીય અભિગમ દાખવવા બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ આવ્યું વહારે
પોલીસ એટલે કાયદાનો અમલ કરાવવા કડકાયથી વર્તન કરે તેવી સામાન્ય લોકોમાં છાપ હોય છે પરંતુ પોલીસ કેટલી મુશ્કેલીમાં પોતાની ફરજ બજાવે છે તે અંગે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા ઉંડો અભ્યાસ કર્યા બાદ પોલીસની ફરજના કલાકો, રજાના દિવસોમાં ફરજ અને અન્ય કર્મચારીની સરખામણીમાં પગારની વિસંગતા સહિતના મુદે થતા અન્યાયના અંગે ઉંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. પોલીસ માટે માનવીય અભિગમ દાખવવા અંગે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ થતા દેશની વડી અદાલત દ્વારા પંજાબ, ચંદીગઢ અને હરિયાણા સરકારને નોટિસ મોકલી છે.
ગુજરાતમાં પોલીસ યુનિયન ૧૯૮૮-૮૯ના વર્ષ દરમિયાન બનાવવામાં આવ્યું હતું ત્યારે પોલીસને કાયદાનો અમલ કરાવવો અને સમાજમાં શાંતિ સ્થપાય રહે તે માટે વ્યવસ્થા ગોઠવવાની ફરજ સોપવામાં આવી હોવાથી પોલીસનું યુનિયન ભવિષ્યમાં મુશ્કેલી સર્જી શકે તેમ હોવાથી પોલીસ યુનિયનને વિખેરી નાખવા આદેશ કરાયા હતા તેમજ યુનિયનની ચળવળ કરતા પોલીસ સ્ટાફ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારથી પોલીસ બીચારી બાપડી બની ગઇ છે.
પોલીસ યુનિયનના વિસર્જન સમયે પોલીસના હિત માટે કેટલાક નિયમ અને હુકમ થયા હતા પરંતુ તેનો અમલ ન થતા પોલીસનો અવાજ સાંભળનાર કોઇ નથી રહ્યું પોલીસની વ્યથા સાંભળવા માટે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેપવલોપમેન્ટ દ્વારા પોલીસની મુશ્કેલીને વાચા આપવા અભિયાસ શરૂ કરાયો છે.
૧૮૬૧માં બનેલા પોલીસ મેન્યુઅલની કલમ ૨૨માં પોલીસ માટે ૨૪ કલાક કરાવવાની જોગવાય બતાવવામાં આવી છે. પોલીસ ઇમરજન્સી અને કટોકટી સમયે પોલીસની સેવા અતિ આવશ્યક ગણાવી છે. આવા સંજોગોમાં પોલીસ પાસેથી વધારે કલાકો નોકરી લઇ શકાય છે. તેવા નિયમમાં છુટછાટ, સાપ્તાહીક રજા સહિતના મુદે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા અભિયાસ કરી પોલીસની વ્હારે આવ્યા છે.
લોકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા હોય ત્યારે લોકો સારી રીતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોતાના પરિવારથી દુર રહી ફરજ બજાવતા હોવાથી પોલીસ માટે માનવીય અભિગમ દાખવવો જરૂરી છે. પોલીસ પાસેથી માત્ર આઠ કલાક નોકરી લેવા અને સાપ્તાહીક રજા આપવા સહિતના મુદે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજી રદ થતા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પીટીશન દાખલ કરી દાદ માગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પંજાબ અને હરિયાણા સરકારને નોટિસ મોકલી છે. પોલીસ માટે માનવીય અભિગમ દાખવવાના મુદે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પીઆઇએલનો ચુકાદો પણ પોલીસ માનવીની વ્યાખ્યામાં આવે તેવો ચુકાદો પોલીસ ઇચ્છી રહ્યા છે.