ક્રોપકટીંગની વિગતો ખેડૂતોને અપાશે તો ચેડા થવાનો ભય: સરકાર
કૃષિ વિભાગે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત હાઈકોર્ટમાં કર્યું સોગંદનામુ
પાક વીમાના યોગ્ય વળતરની માંગણી સાથે ખેડુત એકતા મંચ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં રાજય સરકારના કૃષિ વિભાગે સોગંદનામા દ્વારા કરાયેલી રજુઆતમાં પાક નુકસાનીના સર્વેના પાસાઓને આવરી લેતી પ્રક્રિયા ક્રોપ કટિંગ વિગતો ખેડુતોને અપાશે તો તેનો દુરપયોગ કે ચેડા થવાનો ભય છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની માર્ગદર્શિકા પ્રમાણે આ વિગતો જાહેર ન કરવી જોઈએ તેવું એફિડેબીક કર્યું છે.
સરકાર દ્વારા કરવામાં આવેલા જવાબથી રીટ પીટીશન જાહેર કરનાર ખેડુત એકતા મંચ ગુજરાતવતી સાગર રબારી, રાજુભાઈ કરપડા અને રતનસિંહ ડોડીયાએ જણાવ્યું છે.
સરકાર વિમા કંપનીઓને બચાવે છે. વિમા કંપનીઓ ખેડુત વિરુઘ્ધ તેવું આડકતરી રીતે દેખાય છે. હાઈકોર્ટે ખેડુતોને ન્યાય અપાવશે તેવો અમોને વિશ્ર્વાસ છે અને અમો ખેડુતોનો પક્ષ રાખી જવાબ રજુ કરીશું.
ખેડુત એકતા મંચ દ્વારા છેલ્લા ૪ વર્ષ થી ખેડૂતો સાથે પાકવિમા ને લઈ થતા અન્યાય બાબતે હાઇકોર્ટ માં વિમાકંપની અને સરકાર ની વિરુદ્ધ માં PIL દાખલ કરવામાં આવેલી જે અનુસંધાને સરકાર દ્વારા હાઈકોર્ટ માં સોગંદનામુ રજૂ કરવામાં આવેલ. સરકાર દ્વારા રજૂ કરેલ સોગંદનામા માં જણાવેલ કે રાજુભાઈ કરપડા પોતે મુળી તાલુકાના વતની છે અને જો મુળી તાલુકા ને પાકવિમો મળે તો રાજુભાઈ ને પોતાને પણ અંગત ફાયદો થાય છે એવી જ રીતે ધાંગધ્રા માંથી રતનસિંહને પણ બીજાં ખેડૂતો સાથે અંગત ફાયદો થય છે માટે આ પીઆઈએલ અંગત ફાયદા માટે દાખલ થયેલ છે એટલે રદ થવી જોઈએ.
સરકાર દ્વારા કોર્ટમાં ખુલીને કહેવામાં આવ્યું કે અમે ૩ વર્ષ સુધીનું ના આંકડા નહિ આપી શકીએ જો આપીએ તો ખેડૂતો આકડાં નો ડર ઉપયોગ કરી શકે છે. ખેડૂત એકતા મંચે જાહેર કરેલ કૌભાંડ માં મુળી તાલુકાના પાકવિમા ના આંકડા તો સરકારે જવાબ રજૂ કર્યો કે પહેલાં જે ટીમ દ્વારા સ્થળ પર સર્વે કરવામાં આવેલ એ આંકડા મુજબ વળતર ચુકવવા ની વીમા કંપની દ્વારા ના કહેવામાં આવી એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી જેને સ્થળ પર તપાસ જ નથી કરી એના કહેવા મુજબ વિમા કંપની એ વળતર ચૂકવી આપ્યું. આ સોગંદનામા થી સાબિત થાય છે કે વિમાકંપની ને બચાવવા ખૂદ સરકાર મેદાને આવિ ગઈ છે.