શહેર માનગરપાલીકામાં ભળેલ નવો વિસ્તાર કોઠારીયા ગામને મહાનગરપાલીકામાં વોર્ડ નં.૧૮ તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં મહાનગરપાલીકા દ્વારા તાજેતરમાં માપણી થઈ વેરા બીલો આપવાનું શરૂ કરેલુ હતુ જે વેરા બીલમાં વોર્ડ નં.૧૮માં કોઈપણ પ્રકારની પાણીની કે અન્ય સુવિધાઓ ન હોવા છતા તોતીંગ વેરા બીલો મહાનગરપાલીકા દ્વારા આપવામાં આવેલા હતા.
જે અંગે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ઘનિષ્ઠાબા મયુરસિંહ જાડજે તથા અન્યો દ્વારા મહાપાલીકાનો કમિશ્નર આવદેન આપવામાં આવેલું કે વોર્ડ નં.૧૮માં પાણીની સુવિધા કે નળ કનેકશન આપવામાં આવેલા નથી અને મહાનગરપાલીકા દ્વારા પાણી પણ ટેન્કર દ્વારા પહોચાડવામાં આવે છે તે પણ નિયમિત રીતે લોકોને મળતુ નથી વોર્ડનં. ૧૮નાં નાગરીકોને પાણીની સખ્ત હાડમારી ભોગવવી પડે છે તેમ છતા મહાનગર દ્વારા વોર્ડ નં.૧૮ના નાગરીકોને પાણીવેરાની રકમ ચૂકવવા જણાવવામાં આવેલુ છે જેથી વોર્ડ નં.૧૮ના જાગૃત આગેવાન મયૂરસિંહ જાડેજા દ્વારા ગુજરાત હાલઈકોર્ટના દ્વાર જાહેર હિતની અરજી કરી એવીદાદ માંગેલી છે કે જેમાં શહેરના અન્ય વિસ્તારમાં નળ દ્વારા પાણીની નિયમિત જે સુવિધાઓ આપવામાં આવે છે. તેવી સુવિધા શહેરમાં નવા ભળેલા વિસ્તાર વોર્ડ નં. ૧૮ના નાગરીકોને મળે અને ત્યારબાદ મહાનગરપાલીકા દ્વારા નિયમાનુસાર વેરો વસુલવા હકકદાર છે. જે જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં પીઆઈએલ ફશઈલ કરી છે.