શાસક પક્ષના કોર્પોરેટરે કરેલી કામગીરી મનસુખભાઈ કાલરીયાએ પોતાના નામે કરી ફોટા પડાવતા રહેવાસીઓ નારાજ
વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર મેયર બિનાબેન આચાર્ય, જ્યોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા એક સયુંકત યાદિમા જણાવે છે કે, શિવ આરધ્યા સોસાયટીના રહેવાસીઓ દ્વારા વ્રુક્ષારોપણની રજુઆત અનુસંધાને કોર્પોરેટર દ્વારા જરૂરી પિંજરા, રોપા, ખાડાઓ, વિગેરેની વ્યવસ્થા કરવામા આવેલ. આ વ્યવસ્થા જોઇ વોર્ડ નં.૧૦ના જ કોર્પોરેટરો મનસુખભાઇ કાલરીયાએ વ્રુક્ષ વાવી અને પોતે કામગીરીના ફોટા પાડી પોતાના નામે કરેલ છે. મનસુખભાઇ કાલરીયા આવો લિંબડ જસ ખાટવા અવારનવાર આવા નાટક કરવા ટેવાયેલા છે. શિવ આરાધના સોસાયટીના રહેવાસીઓ દ્વારા શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા વ્રુક્ષારોપણ થાય તેવી લાગણીના અનુસંધાને ગઇકાલના રોજ શિવ આરાધના સોસાયટીમા મેયર બિનાબેન આચાર્ય, જ્યોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, પુર્વ કોર્પોરેટર પરેશભાઇ હુબંલ, વોર્ડ નં.૧૦ના પ્રભારી માધવભાઇ દવે વોર્ડ નં૧૦ના પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્નાના પ્રયત્નોથી શિવ આરાધના સોસાયટીમા વ્રુક્ષારોપણ કરાયુ.
આ વ્રુક્ષારોપણ પ્રસંગે કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, શિવ આરાધના સોસાયટીના રહેવાસી કાંતીભાઇ ભંડેરી, નરેન્દ્રભાઇ અકબરી, ભાવીનભાઇ કથીરીયા, અશોકભાઇ ડેડકીયા, મનસુખભાઇ સાવલીયા, અલ્પેશભાઇ ઝાલાવાડીયા, જેન્તીભાઇ કપૂરીયા, જશ્મીનભાઇ ડેડકિયા, ખોડાબાપા અકબરી, રમેશભાઇ કાલરીયા, કંચનબેન ભંડેરી, શર્મીલાબેન અકબરી, ઇંદુબેન ડેડકીયા, લિલાબેન વાડોદરિયા, જ્યોત્સનાબેન દેસાઇ, ભાનુબેન કપૂરિયા, મયુરીબેન કથીરિયા, નયનાબેન ઘાડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.