ટ્વિટર સર્વર ડાઉન થતા વિશ્ર્વભરના યુઝર્સને ભારે હાલાકી
અબતક, નવી દિલ્લી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર શુક્રવારે મોડી રાત્રે અચાનક બંધ થઈ ગયું હતું. ટ્વિટર ડાઉન થતાં જ સોશિયલ મીડિયામાં સવાલ-જવાબ શરૂ થઈ ગયા અને તેના યુઝર્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ. જો કે તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું ન હતું, પરંતુ યુઝર્સને તેનો ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
ટ્વિટર પર લોકો એકબીજાને પૂછવા લાગ્યા કે શું ટ્વિટર ડાઉન છે. અચાનક પ્રશ્નોનો લાંબો ધબડકો થયો. હાલમાં, કંપની તરફથી આ સમસ્યા વિશે કંઈ કહેવામાં આવ્યું નથી, ટ્વિટર પર આ સમસ્યા શા માટે આવી અને તે ક્યારે ઠીક કરવામાં આવશે.
રોઇટર્સના સમાચાર અનુસાર, ટ્વિટર અને સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટેકનિકલ સમસ્યાઓ પર નજર રાખનાર કહ્યું છે કે અત્યારે એવી માહિતી મળી રહી છે કે વિશ્વભરના હજારો વપરાશકર્તાઓ ટ્વિટરનો ઉપયોગ કરી શકતા નથી.