જોકે હમેંશની જેમ પ્રમુખ કે ચીફ ઓફિસરની ગેરહાજરી 

મોરબીમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ શરુ થઇ ગયો છે અને વિવિધ વિસ્તારમાં પાણીના ધાંધિયાથી પરેશાન મહિલાઓ કચેરીએ રજૂઆત કરતી હોય છે અને પાલિકા કચેરીએ દરરોજ ટોળાના દ્રશ્યો સર્જાય છે જેમાં આજે ચિત્રકૂટ અને નકલંક સોસાયટીની મહિલાઓએ પાણી માટેનો પોકાર કર્યો હતો

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટી ૧-૨ અને નકલંક સોસાયટીની મહિલાઓ અને પુરુષોનું ટોળું આજે ઢોલ નગારા સાથે પાલિકા કચેરીએ પહોંચ્યું હતું બહેરા પાલિકા તંત્રના કાને પોતાનો અવાજ પહોંચાડવા માટે ઢોલ નગારા સાથે સુત્રોચ્ચાર કરીને આ વિસ્તારની મહિલાઓએ પાણી માટે પોકાર કર્યો હતો તેમજ વિસ્તારમાં લાઈટોના પ્રશ્ને પણ પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

જોકે હમેશની જેમ પાલિકાના જવાબદાર અધિકારી કે પદાધિકારી હાજર મળ્યા ના હતા અને અન્ય રજૂઆત કરનારની માફક પાલિકાના કર્મચારી સમક્ષ રજૂઆત કરી હતી જોકે પાલિકાના કર્મચારી જેની પાસે સમસ્યાના ઉકેલ માટે કોઈ સત્તા નથી તેની પાસે રજૂઆત કરવાનો પણ અર્થ આખરે શું સરે તેવો રોષ પણ રજૂઆત કરનારમાં હમેશ જોવા મળે છે તો કાયમીની માફક પાલિકા દ્વારા પ્રશ્નના ઉકેલની ખાતરીનું ગાજર પકડાવી દેવાયું છે પરંતુ સમસ્યાનો સચોટ ઉપાય થશે કે ટોળાએ ફરી પાલિકા કચેરીએ હલ્લાબોલ કરવા આવવું પડશે તે જોવું રહ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.