૯૦૦ થી વધુ બહેનો માટે સુંદર આયોજન, જ્ઞાન સાથે ગમ્મત, મ્યુઝિક, ગેઇમ્સ સહિતના કાર્યક્રમો
રાજકોટ સીટી વુમન્સ કલબનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ બીજા વર્ષેનો પ્રથમ કાર્યક્રમ તા.ર૯ ને મંગળવારના રોજ હાફ-ડે પીકનીકનું આયોજન કરવામાં આવેલ છે. બપોરે ૩ વાગ્યે બસ દ્વારા સભ્ય બહેનોને લેક વ્યુ રીસોર્ટ ખાતે લઇ જવામા આવશે.
અબતકની મુલાકાતે આવેલ સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે સભ્ય બહેનો માટે સુંદર આયોજન કરવામાં આવેલ છે. બપોરે ચા-નાસ્તો ત્યારબાદ ગેઇમ્સ, સંગીત નાચો ઝુમો કાર્યક્રૅમ દરેક બહેનોને પુરા માન સન્માન સાથે આવકારવામાં આવશે. કાર્યક્રમ બાદ ભોજનની પણ સગવડતા રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો જોડાશે. જૈન સમાજના સેવાભાવી અગ્રગણ્ય મહીલા રીનાબેન જે.બેનાણી તરફથી દરેકને નિમંત્રણ પાઠવેલ છે. પીકનીકમાં ૯૦૦ થી વધારે બહેનો આનંદ માણવા જોડાઇ રહ્યા છે.
ફેબ્રુઆરીના બીજા કાર્યક્રમ અંતર્ગત હાસ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલાબેન મહેતા, બિન્દુબેન મહેતા, મીનાબેન વસા, દર્શનાબેન, દીનાબેન મોદી સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.