- આધુનિક સંગીતના વિકાસમાં પિયોનોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી : આજે તેનો ઉપયોગ ક્લાસિકલથી લઈને જાઝ, પોપ, રોક જેવી સંગીતની વિવિધ શૈલીમાં થવા લાગ્યો છે
- આ મહાવાદ્યમાં 88 કી આવતી હોવાથી વરસના 88 માં દિવસે તેની ઉજવણી થાય છે: દુનિયાના સૌથી મોટા પિયાનાનું વજન 4 ટન જેટલું છે: આજનો દિવસ વિશ્વભરના પિયાનો પ્રેમીઓને એક સૂત્રથી બાંધે છે
- આ સંગીત વાદ્યની 1700 ના દાયકામાં ઇટાલીમાં શોધ થઇ ત્યારે, તેનું નામ પિયાનો ફોર્ટ રખાયું હતું: આજનાપિયાનો કરતા નરમ અવાજ અને ટૂંકી શ્રેણી હતી: આપણી જુની ફિલ્મોમાં અચુક એક ગીત પિયાના ઉપરફિલ્માંકન થતું: આજે શ્રીમંત લોકો અને સંગીતકારો પાસે અદ્યતન લાખેણા પિયાના જોવા મળે છે
માનવી જ્યારે કંટાળે છે ત્યારે ગીત-સંગીતનો આશરો લેતો હોય છે. પોતાના આનંદ માટે ગાતા ગીતો તેના તન-મનને પ્રફૂલ્લિત કરી દે છે. આજના યુગમાં મ્યુઝિકથેરાપી ચલણમાં છે ત્યારે વિવિધ રાગ આધારિત ગીતો સાંભળવાથી માનવીને આરામ મળે છે. જુના ગીતોના શબ્દોની મીઠાસ સાથે હળવા સંગીતનો સુમેળ નિજાનંદ આપે છે. પ્રાચિનકાળથી મનોરંજન માટે ગીત, સંગીત, નૃત્યનું મહત્વ છે. જે આજે 21 મી સદીમાં પણ અકબંધ છે. જો કે આજના યુગમાં ડિસ્કો સંગીત સાથે ઘોંઘાટીયા સંગીતની બોલબાલા યુવાવર્ગમાં છે. આવું સંગીત લાંબુ ચાલતું નથી કારણ કે માનવી કંટાળી જાય છે. કોઇપણ માણસના સંર્વાગી વિકાસમાં કોઇ એક કલા હસ્તગત કરવાથી તે આનંદિત રહે છે અને શારિરીક તંદુરસ્તી સાથે માનસિક શાંતિ મળે છે. પિયાનો વાદકને સાંભળવું એ, એક અનેરો આનંદ છે.
પિયાનોની શોધ દસમી સદીમાં થઈ હોવાનું મનાય છે.
સંગીતના વિવિધ સાધનોમાં પિયાનો સૌથી જુનો છે, તેની સાથે હારમોનિયમ, તબલા, ઢોલક, એક તંતુ વાદ્ય, ગીટાર, ઓર્ગન જેવા ઘણા સંગીત સાધનો ચલણમાં છે. ઇલેક્ટ્રોનિકનો જમાનો આવતા આજે એક જ સંગીત વાદ્યમાંથી તમામ પ્રકારનાં અવાજો કાઢી શકાય છે. પ્રાચિનકાળમાં અને રાજા રજવાડાના યુગમાં રાજદરબારમાં સંગીતના મેળાવડા થતાં હતા, જે આજે મ્યુઝિકલ ઇવેન્ટમાં જોવા મળે છે. ભારતીય શાસ્ત્રીય સંગીત આખી દુનિયામાં જાણીતું છે. જુની ફિલ્મોમાં આપણા સંગીત વાદ્યોના ઉપયોગથી મહાન સંગીતકારોએ શ્રેષ્ઠ ગીતો બનાવ્યા હતા. નવા સંગીતમાં વેસ્ટર્ન મ્યુઝિક ઉપયોગ થવા લાગ્યો હતો.
આજના દિવસે અને સપ્ટેમ્બર મહિનામાં વૈશ્ર્વિકસ્તરે પિયાનો જાગૃતિનો મહિનો ઉજવાય છે. વિશ્વભરમાં આ મહિનામાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ સંગીત વાદ્યની ઉજવણી, તેના મહાન કલાકારો કરતાં જોવા મળે છે. એક જમાનામાં કલાસિકલ સંગીત, સમકાલિન અને સંગીતચાહકોનું પ્યારૂ બન્યું છે. સંગીતના વિકાસમાં પ્રચંડ યોગદાન આપનાર આ સાધન તરફ સૌનું ધ્યાન કેન્દ્રીત કરવા આખો માસ ઉજવણી કરવામાં આવે છે. પિયાનોએ આધુનિક સંગીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
પિયાનાનો ઇતિહાસ જોઇએ તો એક તારવાળું વાદ્ય કેળની અંદર છુપાયેલું હતું જે 1700 ના દાયકામાં ઇટાલીના પદુઆમાં શહેરમાં બાર્ટોલોમિયા ક્રિસ્ટોફોરી દ્વારા નિર્માણ કરાયું હતું ત્યારે તેનું નામ પિયાનો ફોર્ટ પ્રચલિત થયું હતું. આ વાદ્ય આજના પિયાનો કરતા નરમ અવાજ અને ટુંકી શ્રેણી ધરાવતું હતું. આની શોધ બાદ તેના પર સંગીત કંપોઝ થશે, રજૂ થશે અને સંગીતકારો માટેનું પ્રથમ સાધન પસંદગી બનશે, તેને ઘણા વર્ષો લાગી ગયા હતા. પિયાનો ઘણો મોટો, મોંઘો અને સરળતાથી પોર્ટેબલ થઇ શકતો ન હતો, જો કે સમય જતાં શ્રીમંત માણસો અને સંગીતકારના ઘરોમાં તે ત્યારે અને આજે પણ જોવા મળી રહ્યો છે.
સંગીતના શોખીનો તેની નવી-નવી આવૃત્તિઓ ખરીદ કરવા માંડ્યા છે. મોટાભાગના પિયાનોમાં હવે 88 કી હોય છે, જેમાં પર સફેદ કી અને 36 કાળી કી ની પંક્તિ તેમજ પગ દ્વારા એક્સેસ કરેલા ત્રણ પેડલનો સમાવેશ થાય છે. આજે તો ગ્રાન્ડ, બેબી ગ્રાન્ડ અને સિધોપિયાના સાથે આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક અને વિશિષ્ટ સંસ્કરણોના પિયાનો આવવા લાગ્યા છે. આ તેના રાષ્ટ્રીય માસમાં તેનો ઉપયોગ પ્રશંસા કરવાનો મહિનો છે. આજના યુગમાં તેને શિખવા પુર્ણ કદના પિયાનાની જરૂર નથી ફક્ત ડિજિટલ પિયાનો એક શ્રેષ્ઠ રીતે અસરકારક બની શકે છે. બંગલાઓમાં ફોલ્ડ થઇ શકે તેવા કોઇ ચોક્કસ જગ્યાએ પિયાનો ફિટ કરાય છે.
આજના યુગમાં કોમ્પ્યૂટર અને ટેબલેટમાં ઘણી એપ્સ આવે છે, તેમાંથી પિયાનો વગાડતા વ્યક્તિ શીખી શકે છે. આજે આવતા નાના-મોટા વિવિધ કિ-બોર્ડમાં પણ તેના સુર-અવાજ ફિટ હોવાથી તમે સરળતાથી શીખી શકો છો. આજે તો શહેર-ગામમાં વિવિધ સંગીત કલાસીસમાં પણ સંગીતના વિવિધ વાદ્યો શિખડાવવામાં આવે છે. સંગીત વાદ્ય-ગાયનની વિવિધ પરીક્ષા આપીને વિશારદ પણ થઇ શકાય છે.પિયાનાને સંગીતનો રાજા કહેવામાં આવે છે.
2019 માં એક પિયાના ઉપર બર્મિંગહાસ યુનાઇટેડ કિંગડમમાં 88 કલાકારોએ દરેક કી વાઇઝ એક કલાકારથી વગાડીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. વિશ્વમાં સૌથી મોંઘા પિયાનોમાં સંયુક્ત આરબ અમિરાતમાં બનાવાયો હતો. જે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ પિયાનોમાં સ્વચાલિત ઢાંકણ અને વક્ર કી છે જેની કિંમત 1.36 મિલિયન ડોલર છે. વિશ્વમાં સૌથી મોટો પિયાનો ન્યુઝીલેન્ડના પિયાનો ટ્યુનર દ્વારા બનાવાયો હતો. જે 5.7 મીટર લાંબો સાથે 4 ટન વજન ધરાવતો હતો. આ પિયાનો બનાવવામાં 4 વર્ષનો સમય લાગ્યો હતો. આ નિર્માણ કરનાર કલાકારની વયમાત્ર 25 વર્ષની હતી !! આજના વર્તમાન પિયાના નામ પહેલા તેનું મૂળ નામ ગ્રેવિસેમ્બાસો કોલ પિયાનો ઇ ફોર્ટ કહેવાતું હતું. આ નામનો અર્થ સોફ્ટ અને લાઉડ કી બોર્ડ વાદ્ય જેવો થતો હતો. પિયાનો લાઇવ વગાડવો તે એક શ્રેષ્ઠ અનુભવ છે. વિશ્વમાં પોલેન્ડ દેશના વોર્સો શહેરમાં જન્મેલ પિયાનો વાદક ચોપિન છે. પિયાનો બાર હજારથી વધુ ભાગોનો બનેલો હોય છે. એક પિયાનો બનાવતા એક વર્ષ લાગે છે.