- પીઆઈ અતુલ સોનારાની બદલી થતાં ત્રણ દિવસ સુધી વિદાય સમારંભ ઉજવાયો: રહીશોએ અશ્રુભીની આંખે વિદાય આપી
સુરતમાં એકસમયે ડ્રગ્સનું એપિસેન્ટર બની ગયેલા રાંદેર વિસ્તારમાં કોઈ અધિકારીની બદલી થાય તો શિક્ષાત્મક પગલાં સ્વરૂપે બદલી કરવામાં આવી હશે તેવો ગણગણાટ થતો હતો. રાંદેર પોલીસ સ્ટેશનમાં બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક સાઈડ પોસ્ટિંગ લઇ લેવા સલાહ આપવામાં આવતી હતી. જેની પાછળનું કારણ એકમાત્ર કે ડ્રગ્સના પેડલરોએ ફફ વિસ્તારને દોહઝખ બનાવી દીધું હતું. નાના-નાના બાળકોનો કેરિયર તરીકે ઉપયોગ કરી નશાનો વેંપલો કરનારા પેડલર્સના લીધે આ વિસ્તારમાં ટ્રાન્સફર પામતા અધિકારીઓ બદલી અથવા સસ્પેનશનની જ રાહ જોતા હતા તેવું કહેવું પણ અતિશ્યોક્તિ ન કહેવાય. ત્યારે આ વિસ્તારને ડ્રગ્સના દુષણમાંથી મહદઅંશે મુક્ત કરાવી રાંદેર પોલીસ સ્ટેશશનની શ્રાપિત પોલીસ મથક તરીકેની ઓળખ મિટાવી દેનારા પીઆઈ અતુલ સોનારાની જયારે બદલી કરવામાં આવી ત્યારે આખા વિસ્તારના રહીશોએ ત્રણ દિવસ સુધી વિદાય સમારંભ યોજ્યો હતો અને અશ્રુભીની આંખે પીઆઈ સોનારાને વિદાય આપી હતી.
સુરતનું શ્રાપિત પોલીસ મથક એટલે રાંદેર પોલીસ સ્ટેશન.
આ પોલીસ મથકના પીઆઇ સસ્પેન્ડ થવાના ભયમાં કયારે અહીથી બદલી થાય તેની આતુરતાથી પ્રતીક્ષા કરતા હતા પણ પીઆઈ સોનારાએ આ શ્રાપને જડમૂળથી ઉખેડી ફેંક્યો હતો. આ શ્રાપ દૂર થતાં પોલીસ સાથે લોકો પણ ત્રણ દિવસ આ અધિકારીના સન્માન માટે હરખભેર ઉત્સવ મનાવ્યો હતો.
જો આખેઆખી રોચક તથ્યની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં એમડી ડ્રગ્સના દુષણને રોકવા અનેક પ્રયાસો છતાં માસૂમ બાળકો સુધી આ બદી અટકતી ન હતી. બીજી તરફ આ પોલીસ મથકમાં જાણે શ્રાપ હોય તેમ મોટાભાગના પીઆઇ કા’તો સસ્પેન્ડ થાય કા’તો બદનામ થાય. ટુંકમાં અહી નોકરી એટલે કયારે ઘરે બેસી જવું પડશે તેની ચિંતામાં જ ફરજ બજાવવી. અહી પોષ્ટીંગ મેળવનાર અમુક અપવાદ સિવાયના પીઆઈ પોતાને પોલીસ મથક નહિ મળે તો ચાલશે, પણ સાઇડ પોષ્ટીંગ માટે સામેથી રજૂઆત કર્યાનાં દાખલા છે.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત માફક જ અગાઉના પોલીસ કમિશ્નરે પણ લોકોના સહકારથી ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવી હતી પણ કોઈ ખાસ્સો ફર્ક પડતો ન હોય આ વિસ્તાર ઉચ્ચ અધિકારીઓ માટે લાં માથાના દુખાવા સમાન બની ગયો હતો. ત્યારે તત્કાલીન પોલીસ કમિશ્નર અજય તોમરને પણ આ વિસ્તારની સૌથી વધુ ચિંતા હતી. અજય તોમરની ચિંતા દૂર થાય તેવો વિકલ્પ આઇપીએસ હાલના જૂનાગઢ એસપી અને તત્કાલીન ડીસીપી હર્ષદ મહેતા સૂચવ્યો હતો. આ ઉકેલ એટલે પીઆઇ અતુલ સોનારાને શ્રાપિત રાંદેર પોલીસ મથકનો ચાર્જ આપવો, જે બાબતે સીપી પણ સહમત થયા હતા.
પીઆઇ અતુલ સોનારાની રાંદેર પોલીસ મથકમાં બદલીના સમાચાર સાંભળી કેટલાક મિત્રોએ સુરતથી બદલી કરાવી નાખવા સૂચવ્યું હતું પણ પીઆઇ અતુલ સોનારા વિશ્વાસભંગ માટે રાજી ન હતા. બીજી તરફ અતુલ સોનારાં જેને પોતાના આદર્શ માને છે અને સામાન્ય લોકોના હમદર્દ બનવાની પ્રેરણા જેમના થકી મળી છે તેવા એક સિનિયર આઇપીએસને આ સમસ્યા વર્ણવી હતી. ત્યારે એડી.ડીજી લેવલનાં આઇપીએસે કહ્યું કે તમને કંઈક કરી બતાવવાની તક મળી છે, પડકાર ઝીલી લ્યો, અને ત્યારબાદ આખરે તેમણે ચાર્જ લીધો હતો.
ચાર્જ લેતાની સાથે જ નાનામાં નાના સ્ટાફ સાથે બેઠક કરી વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, અસામાજિક તત્વો અંગે આખું લિસ્ટ અપડેટ કરી માસૂમ બાળકો આજે બીજાના છે, પણ તમે કે હું આપણાં બાળકોને આ દુષ્ણથી રોકી નહી શકી આવા વિચાર સાથે આખા પોલીસ મથકની ફોજ બનાવી હતી. વિસ્તારના લોકો પણ આવા જ કોઈ અધિકારીની રાહ જોતા હતા તેમ ઝુંબેશમાં લોકો પણ સાથે જોડાયા અને ડ્રગ્સ પેડલરોની રાજકોટ સીપી ઓફિસના લિંબડા જેવી ટ્રીટમેન્ટ આપતા ડ્રગ્સના દુષણ પર ખૂબ કંટ્રોલ આવ્યો હતો.
આ દુષણ એક વિસ્તારને બદલે આખા સુરતમાંથી દૂર થાય તે માટે અનુપમસિંહ ગેહલોત દ્વારા પીસીબી, એસઓજી, ડીસીબી ટીમ મજબૂત બનાવવા એસઓજીમાં અતુલ સોનારાને પણ આ મામલે ખૂબ કાર્યરત પીઆઇ અશોક ચોધરી સાથે જવાબદારી સુપ્રત કરી હતી.
નાના માણસોની સંપત્તિ પચાવી પાડનાર વિરૂધ્ધ દાખલારૂપી કાર્યવાહી
રાંદેર વિસ્તારમાંથી બદલી થતાં નાના માણસોને રિક્ષા માટે લોન આપી ગરીબ માણસના મકાન પચાવનાર લોકો સામે કાર્યવાહી કરનાર તેમજ વિસ્તારમાં જબરજસ્ત ધાકથી શાંતિ ફેલાવનાર આ અધિકારીને અહીથી છોડવા સ્થાનિકો તૈયાર ન હતા. આ વિસ્તાર પોતે કાયમ સંભાળશે અને એક ફોન કરતાં હાજર થશે તેવી લાગણીસભર ખાતરી આપ્યા બાદ ટીમના લોકો અને પોલીસ દ્વારા ત્રણ દિવસ વિદાય સમારોહ ચાલ્યો હતો.
રાંદેરને ડ્રગ્સના દુષણમાંથી મુક્ત કરાવવાની કસમ લીધી
આખા સુરત શહેરમાં સૌથી વધુ જયાં ડ્રગ્સનો ખતરો છે, તેવા રાંદેર વિસ્તારમાં 1 લાખની મેદનીમાં પીઆઈ સોનારાએ જાહેરમાં સોગંધ લીધી હતી કે, કે માસૂમ બાળકોને ડ્રગ્સરૂપી ઝેર પીરસતા પેડલરોને હું અન્ય પેડલરો ધ્રુજી ઉઠે તેવી સજા આપીશ. પોતાના બાળકોને નજર સમક્ષ રાખી ડ્રગ્સ માફિયાઓ આ વિસ્તારનું નામ સાંભળી કાંપી ઉઠે તેવા પગલાં ભરીશ તેવી કસમ લેનાર અધિકારીએ ફક્ત વાતો ન કરી પણ ખરેખર આવું સાર્થક કરી બતાવ્યું હતું.