જજ એ.કે.સીકરી અને એસ.અબ્દુલ નઝીરની ખંડપીઠે સરકારી તબીબ સામે નોંધાયેલી ફરિયાદ સામે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
સુપ્રીમ કોર્ટે જણાવતા કહ્યું હતું કે, સંમતિ સાથે જો લીવ ઈન રીલેશનમાં રહેતા પાર્ટનર સાથે શરીર સંબંધ બંધાય તો તેને રેપમાં ગણાવી ન શકાય. જેને લઈ સુપ્રીમ કોર્ટના જજ એ.કે.સીકરી અને એસ.અબ્દુલ નાઝીરે જણાવ્યું હતું કે, લીવ ઈન રીલેશનશીપમાં રહેતા બન્ને વ્યક્તિઓ વચ્ચે જયારે સંમતિ સાથે શરીર સંબંધ બધાણો હોય અને જયારે રીલેશનશીપ પુરી કરવામાં આવે અને પુરુષ તે મહિલા સાથે લગ્નગ્રંથીથી કોઈપણ સંજોગો વશ જોડાય ન શકે તો તે કેસમાં રેપનો ગુનો નોંધાતો નથી.
જેમાં મહિલા પણ પુરુષ ઉપર રેપનો ગુનો દાખલ ન કરી શકે. બળાત્કાર અને સંમતિ સાથેના શરીર સંબંધની વ્યાખ્યા ખુબજ સ્પષ્ટ છે. ત્યારે આ પ્રકારના કેસોમાં સુપ્રીમ કોર્ટ ખુબજ બારીકાઈથી આ કેસ પર ધ્યાન દેશે અને ખરા અર્થમાં જે અપરાધી છે તે મહિલા સાથે લગ્ન કરવા માંગતો હતો કે, પોતાનો નીજી સ્વાર્થ અથવા તો ખોટા વાયદાઓ કરી પોતાની વાસનાને સંતોષવા માંગતો હતો.
વધુમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વાયદો કરવામાં આવેલી કોઈ વાત અને જો તેને પરિપૂર્ણ ન કરી શકે એમાં પણ જયારે કોઈ ખોટો વાયદો કરવામાં આવ્યો હોય તે પ્રકારના કેસોમાં પણ સ્પષ્ટતા દર્શાવવામાં આવી છે. ત્યારે જયારે પુરુષ કોઈ વ્યક્તિગત હેતુથી મહિલા સાથે ન જોડાયેલો હોય અને જો બન્નેની સંમતિથી શરીર સંબંધ બંધાય તો તેને રેપ ના ગણી શકાય. સુપ્રીમ કોર્ટની બેંચે આ મુદ્દાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો જયારે એક નર્સે મહારાષ્ટ્રના સરકારી તબીબ સામે એફઆઈઆર નોંધાવી હતી. જેમાં નર્સે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, તે સરકારી તબીબ સાથે લીવ ઈન રીલેશનશીપમાં જોડાણી હતી અને શરીર સંબંધ બાંધ્યો હતો લગ્ન કરવાની લાલચે પરંતુ તે સરકારી તબીબે અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા જેને લઈ નર્સે સરકારી તબીબ સામે રેપની એફઆઈઆર નોંધાવી હતી. જેના અનુસંધાને તબીબે એપેક્ષ કોર્ટમાં પોતાની અરજી ફાઈલ કરી હતી. જેમાં બોમ્બે હાઈકોર્ટે તેના પર જે એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી તેને નકારી કઢાઈ હતી.
આ પરીપેક્ષમાં કોર્ટે જણાવ્યું હતું કે, મહિલા સ્પષ્ટપણે કબુલ્યુ છે કે તે ડોકટર સાથે પ્રેમમાં હોવા બાદ શરીર સંબંધ બાધ્યો હતો જેથી તેને રેપ ગણાવી ન શકાય, કારણ કે તે નર્સ વિધ્વા મહિલા હતી અને તેને એક સાથની જરૂર હતી.