લગ્નનો વાયદો કરી અન્ય મહિલા સાથે પરણી જનાર ડોકટરને ૭ વર્ષની જેલ
મહિલાઓના સન્માન અને લાગણીઓની તરફેણમાં સોમવારે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. લગ્નના ‘ભ્રમ’માં કરાયેલા શારીરિક સંબંધોને ઉચ્ચ ન્યાયલયે બળાત્કાર ગણાવ્યું છે. કારણ કે તેનાથી મહિલાઓના સન્માન ઉપર મોટા આઘાત
લાગે છે.
જસ્ટીસ એલ.નાગેશ્ર્વર રાવ અને એમ.આર.શાહે હાલિયા કેસના નિર્ણયમાં માન્યું કે રેપ મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડે છે અને આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ આજના સમયમાં ખુબજ વધી રહ્યું છે. તેથી મહિલાઓની માનસીક સ્થિતિ ઉપર પણ તેની અસર જોવા મળતી હોય છે.
છત્તીસગઢમાં થયેલ એક બનાવમાં મહિલાને એક ડોકટરે લગ્ન કરવાની લાલચ આપી હતી. ૨૦૦૯થી આ મહિલા તે ડોકટરને ઓળખતી હતી અને બન્ને વચ્ચે સમય જતાં પ્રેમ પણ પાંગર્યો હતો. ૨૦૧૩માં મહિલાએ ડોકટર ઉપર બળાત્કારનો આરોપ કર્યો હતો. આરોપી ડોકટરે મહિલાને લગ્ન કરવાનો ભ્રમ બેસાડી શારીરિક સંબંધો આચર્યા હોવાથી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
રસપ્રદ વાત તો એ છે કે, ડોકટરે આપેલા લગ્નના વચનની જાણ બન્ને પક્ષોને હતી. પરંતુ બાદમાં ડોકટરે અન્ય મહિલા સાથે સગાઈ કરી લીધી પરંતુ પીડીતા સાથે ત્યારબાદ પણ પ્રેમસંબંધો જાળવી રાખ્યા અને ત્યારબાદ પીડિતી મહિલાને આપેલુ વચન તોડી નાખતા તેણે બીજી મહિલા સાથે લગ્ન પણ કરી લીધા. આ ઘટનાની ગંભીરતાને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લેતા કહ્યું કે, લગ્નની લાલચ કે ભ્રમ પેદા કરી શારીરિક સંબંધો રેપ સમાન ગણી શકાય કારણ કે, તેથી મહિલાઓને શારીરિક અને માનસીક સ્થિતિ ઉપર તેની ગાઢ અસર પડતી
હોય છે.
બળાત્કાર આમ તો માનસીક અને શારીરિક નિર્ધાર અને ગુનાહિત પ્રવૃતિના આધારે હોય છે. મહિલાઓ કોઈ પશુ નથી અને કેટલીક વખત હવસખોરો અને આવારા તત્ત્વો દ્વારા મહિલાઓ સાથે જાનવર કરતા પણ વધુ ખરાબ વર્તન કરવામાં આવતું હોય છે. અંતે કોર્ટે આરોપીને ૭ વર્ષ જેલની સજા સંભળાવી.