કોર્ટ રૂમમાં કેદી દીઠ એક જ વકીલ કે અરજદારને પ્રવેશ: કેન્ટીનમાં માત્ર ચા-કોફી, પેેકેજ્ ફૂડ અને પાણીનું વેચાણ જ કરવા સૂચના
રાજ્યની હાઈકોર્ટમાં આજથી ફિઝિકલ હિયરિંગ શરૂ થયું છે.કોરોના કાળમાં 16 મહિના બાદ હાઇકોર્ટમાં પ્રત્યક્ષ કાર્યવાહી આજથી શરૂ થઈ છે ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્ત પણે પાલન થયું હતું. વડી અદાલતની પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થતાં એડવોકેટ એસોસિએશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ ફિઝિકલ હિયરિંગ આજથી શરુ કર્યું છે ત્યારે તે પહેલાં ગુજરાત હાઇકોર્ટ 3 દિવસ સુધી બંધ રહ્યું હતું અને 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગત્યનુ છે કે આજથી ગુજરાત હાઇકોર્ટે લાંબા સમય બાદ શરૂ થશે. વધતા કોરોના સંક્રમણને પગલે હાઇકોર્ટે પ્રત્યક્ષ સુનાવણી બંધ કરી હતી.ગત માર્ચ 2020થી હાઇકોર્ટ ફિઝિકલ હિયરીંગ માટે બંધ કરવામાં આવી હતી, કોરોના વધતા કેસોને ધ્યાનમાં લેતાં વર્ચ્યુઅલ મોડમાં અદાલત ચાલી રહી હતી. જોકે આ કોર્ટમાં લાંબો સમય ફિઝિકલ હિયરિંગ બંધ રહેવાથી મોટાભાગના વકીલોની હાલત કફોડી બની હતી.
પ્રત્યક્ષ સુનાવણીના નિયમો પ્રમાણે કોર્ટરૃમમાં કેદદીઠ એક જ વકીલ કે અરજદારને પ્રવેશ આપવામાં આવશે અને ત્યારબાદ તે કેસ માટે અન્ય કોઇને પ્રવેશ આપવામાં આવશે નહીં.કેસની સુનાવમી થયા બાદ તરત વકીલ કે અરજદારે કોર્ટરૃમમાંથી બહાર નીકળી જવાનું રહેશે. એક સાથે ક્રમમાં હોય તેવા પાંચ કેસોના વકીલોને જ એક કોર્ટરૃમમાં પ્રવેશ આપવામાં આવશે. ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા વકીલો, પક્ષકારો અને રજિસ્ટર્ડ ક્લાર્ક તેમજ કો-મોર્બિડ વ્યક્તિઓને પ્રત્યક્ષ સુનાવણીમાં હાજરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. કેન્ટીનમાં માત્ર ચા-કોફી, પેેકેજ્ડ ફૂડ અને પાણીનું વેચાણ જ કરવા સૂચના આપવામાં આવી છે.
સાથે આ દરમિયાન હાઇકોર્ટ કરેલી સુઓમોટોની અરજીનું પણ લાઈવ હિયરિંગ તમામ લોકો કોરોના કાળ દરમિયાન જીવંત પ્રસારણ યુ-ટ્યુબ પર નિહાળ્યું હતું. જોકે આ કોર્ટમાં લાંબો સમય ફિઝિકલ હિયરિંગ બંધ રહેવાથી મોટાભાગના વકીલોની હાલત કફોડી બની હતી. જોકે આખરે હાઈકોરતમાં આજથી ફિઝિકલ હિયરિંગ શરૂ થતા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સમાં ખુશીની લાગણી જોવા મળી હતી.