- ભારતીય લોકોએ છેલ્લા 3 દશકામાં પૃથ્વી પરનું વજન 5 ગણું વધાર્યું !!!
- ગળચટ્ટા ગુજરાતીઓ મરચું પણ તીખું પસંદ કરતા નથી !
- પાંચમાંથી એક બાળક અને ત્રણમાંથી એક પુખ્ત વયની વ્યક્તિ મેદસ્વી
ભારત આર્થિક ક્ષેત્ર નવી નવી ઊંચાઈએ હાંસલ કરી રહ્યું છે. 2047 સુધીમાં, ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો અંદાજ છે. ઝડપી શહેરીકરણ, ટેકનોલોજીકલ પ્રગતિ અને વધતા મધ્યમ વર્ગને કારણે ભારતનો GDP $42 ટ્રિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. આ સાથે ભારત AI, રોબોટિક્સ અને ડેટા એનાલિટિક્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની અપેક્ષા છે. પરંતુ આર્થિક વિકાસની સાથે સાથે શારીરિક શારીરિક વિકાસ જોખમરૂપ છે.
આપણે ગુજરાતમાં કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા‘. શરીર સ્વાસ્થ્યથી મોટી કોઈપણ સંપત્તિ છે જ નહીં. ત્યારે જે શરીરમાં આપણે આખું જીવન વિતાવવાનું છે તેને સ્વસ્થ રાખવું આપણી ફરજ અને જવાબદારી છે. પરંતુ સ્વાસ્થ્યથી વિપરીત જીવન શૈલી ના કારણે દિવસને દિવસે આપણે જાતે જ આપણા પગ ઉપર કુહાડી મારીએ છીએ.
ભારતમાં છેલ્લા ૩૦ વર્ષમાં લોકોમાં વધારાનું વજન લગભગ પાંચ ગણું વધ્યું છે. જે ૧૯૯૦માં આશરે ૫૩ મિલિયનથી વધીને ૨૦૨૧માં ૨૩૬ મિલિયન થયું છે, એમ ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે.
અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આ વધતા જતા જાહેર આરોગ્ય પડકારને રોકવા માટે પગલાં લેવામાં નહીં આવે તો, દેશમાં વધુ વજન અને સ્થૂળતાનો વ્યાપ 2050 સુધીમાં 521 મિલિયન થી વધુ થઈ શકવાનો અંદાજ છે – જે વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે. ચીનમાં 2021 માં આશરે 464 મિલિયનથી વધુ વજનવાળા અથવા મેરેજસ્વી વ્યક્તિ હોવાનો અંદાજ હતો. જે ખરાબ જીવનશૈલીના કારણે આગામી 30 વર્ષોમાં 696 મિલિયન થવાની સંભાવના છે.
આજે વિશ્વ મેદસ્વિતા દિવસ ઉજવવામાં આવે છે. જેનો હેતુ સ્થૂળતા તેના કારણો, વધુ સારી સારવાર અને નિવારણની વ્યુહરચનાઓ ની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસની ઉજવણી વ્યક્તિઓને તેમના વજનનું નિયંત્રણ કરવા તેમજ સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રયાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, લેખકો નોંધે છે કે તાજેતરની પેઢીઓનું વજન પાછલી પેઢીઓ કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે. એક અહેવાલ મુજબ પાંચમાંથી એક બાળક અને ત્રણમાંથી એક પુખ્ત વયના લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે. આ સ્થૂળતા અનેક રોગોને નોતરે છે. જેમાં ટાઈપ 2 ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને હૃદય રોગ, સ્ટ્રોક, ચોક્કસ પ્રકારના કેન્સર, ફેટી લીવરના રોગ, સાંધાની સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે.
સ્થૂળતા ફક્ત વધુ પડતું ખાવું અથવા પૂરતી કસરત ન કરવાના કારણે નથી પરંતુ પ્રોસ્ટેટ વાળા ખોરાક, ખાંડવાળા પીળા, ચરબીયુક્ત ખોરાક, બેઠાડું જીવન શૈલી તેમજ કેટલાક લોકોમાં આનુવંશિક પણ હોય છે. જેના કારણે ઘણી વાર તળાવ ચિંતા હતાશા તરફ પણ વ્યક્તિ દોરાય છે. જેને નિવારવા માટે સ્વાસ્થ્ય ખાવાની આદતો વિકસાવી જોઈએ. તેમજ કસરત અને રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઈએ. બાળકો માટેના બિન આરોગ્યપ્રદ ખોરાક પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમજ સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવી જોઈએ.
તજજ્ઞો દ્વારા વૈશ્વિક સ્તરે સ્થૂળતામાં વધારો અટકાવવા પાંચ વર્ષીય કાર્ય યોજના (2025-30)ની હાકલ કરાઈ છે. “આ નીતિગત પગલાંમાં વધુ પડતા પોષણ અને કુપોષણને સંતુલિત કરવી જોઈએ, જેમાં પોષણયુક્ત આહારને ટેકો, અલ્ટ્રા–પ્રોસેસ્ડ ખોરાકનું નિયમન કરવાથી લઈને માતા અને બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સુધીનો સમાવેશ થાય છે.