રંગોત્સવમાં 85000 હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સાળંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપેલી છે. સવંત 1868 ની સાલમાં સાળંગપુરમાં આ સમૈયામાં શ્રીજી મહારાજે કબીરની હોળીનું પદ ગાઈને મોક્ષના દ્વાર એવા ગુણાતીતાનંદ સ્વામીને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ તરીકે ઓળખાવીને તે સમૈયાની ગરિમા વધારી હતી. અને આ જ સાળંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક વારસદાર શાસ્ત્રીજી મહારાજે શિખરબદ્ધ મંદિર રચીને તેમાં આ અક્ષરબ્રહ્મને પુરુષોત્તમ નારાયણ સાથે પધરાવી. તેની કાયમી સ્મૃતિ માટે આ સમૈયો સાળંગપુર ખાતે ફાળવ્યો છે.

Screenshot 3 13 પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ દર વર્ષે ફૂલડોલનો ઉત્સવ સાળંગપુર ધામધૂમપૂર્વક ઉજવાતા જેની સ્મૃતિઓના સૌકોઈ સાક્ષી છે. તેઓ આશીર્વાદ આપતા કહેતા કે, દુનિયાના રંગે તો બધા રંગાઈ છે પણ આપણે ભગવાનના રંગે રંગાવવાનું છે. એજ પરંપરામાં પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે આ ફૂલદોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો હતો જેમાં દેશ-પરદેશથી 85000 હરિભક્તો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતા.

વહેલી સવારથી જ સમગ્ર સાળંગપુર ગામ હિલોળે ચડ્યું હતું. હરિભક્તોના વિશાળ પ્રવાહથી સાળંગપુર મંદિર પરિસર ઊભરાતું હતું. પરદેશથી અને ભારતના વિવિધ પ્રાંતોમાંથી પણ હરિભક્તો રંગોત્સવ નિમિત્તે સાળંગપુરમાં ઉમટ્યા હતા.Screenshot 4 11

આટલી મોટી સંખ્યામાં આવનાર હરિભક્તોની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી હતી. 30 જેટલા સેવાવિભાગોમાં 8000 સ્વયંસેવક-સેવિકાઓ ખડેપગે ઊભા રહીને સેવા કરી રહ્યા હતા. હરિભક્તોની સુવિધા માટે થોડા થોડા અંતરે પૂછપરછ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સેવા વિભાગોમાં સંતો-ભક્તોએ ઉપવાસ-વ્રત કરતાં કરતાં તનતોડ સેવા કરી હતી.

મહંતસ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘ભગવાન સ્વામિનારાયણે રંગોત્સવના ઉત્સવને સમૈયાનું ભક્તિમય સ્વરૂપ આપ્યું. આપણું જીવન ભક્તિમય બને એટલે અંતર વધુ શુદ્ધ થતું જાય. સંતો-ભક્તોમાં નિર્દોષભાવ તથા સંપ, સુહદ્ભાવ અને એકતા દ્વારા આપણે રંગે રંગાઈએ.’ આ વિશાળ ઉત્સવ બી.એ.પી.એસ. સંસ્થાના સંતો અને હરિભક્તોના કુશળ આયોજનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.