- 4 વિદ્યાર્થીઓને 650થી વધુ અને 13 વિદ્યાર્થીઓને 600થી વધુ માર્કસ
ભારતમાં 2024ની મેડિકલ પ્રવેશ માટે લેવાતી નીટનું પરિણામ જાહેર થયું છે. કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા આપવામાં આવી હતી. જેમાંરજાકોટના જાણીતા ફોટોન ઈન્સ્ટિયુટનું ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં ફોટોનના 4 વિદ્યાર્થીઓને 650થી વધુ અને 13 વિદ્યાર્થીઓને 600થી વધુ માર્કસ આવ્યા છે.જેમાં હિલરાજસિંંહ ઝાલાએ 686 માર્કથી પ્રથમ, દ્રષ્ટિ કૈલા 653 માર્કથી દ્વિતિય અને પ્રાદિત્યસિંહ વાળાએ 652 માર્કથી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું ફોટોન ઈન્સ્ટિયુટ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરાવામાં આવે છે. વર્ષ દરમિયાન દર રવિવારે પરીક્ષા લેવામાં આવે છે. અને નીટની પરીક્ષાના 3 મહિના પહેલા દરરોજ પરીક્ષા લેવાય છે.
આમ નીટની પરીક્ષામાં ફોટોન ઈન્સ્ટિયુટના 13 વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને 685 માર્કસે ટોપ કર્યું
પૂરતી ઉંઘ-મહેનતથી નીટની પરીક્ષા સહેલાયથી પાસ કરી શકાયં: શૈલેષ રાણીયા
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યુંકે નીટ 2024માં ફોટોન ઈન્સ્ટિયુટનું ખુબ સારૂ રિઝલ્ટ આવ્યું જેમાં હિલરાજસિંહ ઝાલાએ 720માંથી 686 માર્ક આવ્યા અને ઈગ્લીશ અને ગુજરાતી બંને માધ્યમમાં સારી સફળતા પ્રાપ્ત કરી છે. અને 650 થી વધુ માર્ક મેળવનાર 4 વિદ્યાર્થી અને 600થી વધુ માર્ક મેળવનાર 13 વિદ્યાર્થીછે. વર્ષ દરમિયાન વાંચન, મૌખીક પરીક્ષા અને લેખીત પરીક્ષા લેવામાં આવતી અને વિદ્યાર્થીઓ પાસે ખુબજ મહેનત કરાવવામાં આવતી જો વિદ્યાર્થી પૂરતી ઉંઘ અને પૂરતી મહેનત કરે તો નીટ પરીક્ષા સહેલાયથી પાસ કરી શકાય, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવતું.
દૈનિક 5 કલાકનું વાંચન અને શિક્ષકોના સહકારથી સારૂ પરિણામ આવ્યું: હિલરાજસિંહ ઝાલા
અબતક સાથે વાતચીત કરતા વિદ્યાર્થી હિલરાજસિંહ ઝાલા જણાવ્યું કે માટે 686 માર્ક આવ્યા છે. મારે બાયોલોજીમાં 350 કેમેસ્ટ્રીમાં 175 અને ફિઝિકસમાં 161 માર્ક આવ્યા. આ ઈન્સ્ટિયુટમાં પરિવાર જેવું લાગતુ અમને શિક્ષકોનો ખુબ સહકાર મળ્યો છે. મારી અપેક્ષા કરતા વધુ માકર્સ આવ્યા હું દરરોજની 5 કલાક અહી અને 5 કલાક ઘરે અભ્યાસ કરતો.
ધાર્યું પરિણામ લાવવા અથાગ મહેનત કરી હતી: દ્રષ્ટિ કૈલા
અબતક સાથે વાતચીત કરતા દ્રષ્ટિ કૈલાએ જણાવ્યું કે મારે નીટમાં 653 માકર્સ આવ્યા જેમાં કેમેસ્ટ્રીમાં 175 માકર્સ બાયોલોજીમાં 340 માર્ક અને ફિઝિકસમાં 137 માર્ક આવ્યા છે. અમને વર્ષ દરમિયાન દરરોજ ટાયમસર લેકચર લેવાતા અને શિક્ષકો દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન અપાતું આશા પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું અને મને માતા પિતા અને શિક્ષકોનો પૂરો સાથ મળ્યો.
આજના સમયમાં સ્પર્ધા વધી તેથી અમારે મહેનત પણ વધારે કરવી પડશે: પ્રાદિત્યસિંંહ વાળા
અબતક સાથે વાતચીતમાં પ્રાદિત્યસિંહ વાળાએ જણાવ્યું કે મારે નીટમાં 652 માર્કસ આવ્યા છે. માટે ફિઝિકસમાં 162 કેમેસ્ટ્રીમાં 160 અને બાયોલોજીમાં 330 માકર્સ આવ્યા છે.
અમને શિક્ષકો દ્વારા સહેલી રીતથી અભ્યાસ કરાવામાં આવતો અને અગત્યની વસ્તુ પર ધ્યાન આપવામા આવતું દર રવિવારે પરીક્ષા લેવામાં આવતી અને અત્યારના સમયમાં સ્પર્ધા વધી છે તેથી વિદ્યાર્થીઓએ મહેનત પણ વધુ કરવી પડશે.