મુસાફરી ફોટોગ્રાફી વિના અધૂરી ગણાય છે. તે માત્ર ખાલી યાદીઓ ને સાચવા માટે નહિ પરંતુ બીજા લોકોને મુસાફરી કરવા માટે પણ આતુર કરે છે ફોટોગ્રાફીનો અર્થ માત્ર સુંદર ચિત્રોને રજૂઆત કરવાનો જ નથી. એ તો મોટાભાગના લોકો કરે છે. ફોટોગ્રાફી એ એવી કળા છે જે કઈ પણ કહીયા વિના માત્ર ચિત્ર દ્વારા બધુ રજૂઆત કરવાનો એક માર્ગ છે. તેના દ્વારા તમે સમાજ અને લોકો વચ્ચે જાગૃતિ લાવવાની સાથે સાથે અને અન્ય ઘણી બધી વસ્તુઓ વિશે બીજા સુધી પહોચાડી શકો છો.
ટ્રાવેલ્સ અને ટુરિઝમને પ્રોત્સાહિત કરવામાં ફોટોગ્રાફી મહત્વનો ભાગ ભજવે છે. ફોટોગ્રાફી દ્વારા તે સ્થળની સુંદરતા અને વિશિષ્ટતા વિશે વાત કરવાની તક મળી શકે છે કે જે લોકોને ત્યાં જવા માટે ઉત્સુક કરે છે. માટે ફોટોગ્રાફીની ગુણવત્તા અને ક્લીયારિટી ખૂબ મહત્વની છે આજે આપણે બધા ફોટોગ્રાફીના બેઝિક રુલ્સ વિશે જાણીએ જ છીએ.
ફોટોગ્રાફી બેઝિક રુલ્સ ( કેમેરાનું નોલેજ ):
સારા ફોટોગ્રાફી માટે કૅમેરાના દરેક ફિચર્સ વિશે જાણવું આવશ્યક છે. કૅમેરા ઝુમ પોઇન્ટ થી ફૉકસ ફિચર્સ વિશે જાણકારી હોવી જોઈએ.
શ્રેષ્ઠ ફોટોગ્રાફી માટે લાઇટિંગ ખૂબ જ જરૂરી છે પ્રોફેશનલ ફોટોગ્રાફરો ફોટોસ ક્લિક કરવા માટે દિવસનો સમય પસંદ કરે છે.તેના સિવાય જ્યારે સૂર્ય આથમતો હોય એ સમયે પણ ફોટોસ સારા ક્લિક થાય છે .
ફોટોગ્રાફીમાં ફ્રેમ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.આસપાસના વાતાવરણની કોઈ વસ્તુઑ રહીના જાય એ પણ ખુબ જ અગત્યનું છે.
ફોકસ ફીચર્સ પણ એક ફોટોગ્રાફીનો મહત્વનો ભાગ છે. ફ્લાવર્સ અને વેડિંગ ફોટોગ્રાફીમાં મોટા ભાગે આ ટેકનીકનો ઉપયોગ થાય છે.