સોંગના ઉપયોગ માટેનું લાયસન્સ વેચવા સેલ્સ પર્સનો ધાકધમકી આપે છે
સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લા તથા તાલુકા ફોટો-વિડીયોગ્રાફર એસો.નો દ્વારા મંગળવારના રોજ કંપની એટલે કે સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝનો વિરોધ કરવા માટે ગાંધી ચિંઘ્યા માર્ગે એક રેલીનુ આયોજન કરાયું છે. જે અંગે વિગત આપવા એસો.ના જયંતિભાઇ સોરઠીયા, મુકેશ હરખાણી, રાજુ જાગાણી, સુનિલ નકુમ, અરવિંદ વઘાસીયા, હિતેષ ભાયાણી, રાજુ જીયાણી, ખોડીદાસ પટેલ, મહેન્દ્ર વરસાણી અને પરીન પારેખે ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર લોકોના ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોનું વિડીયો કવરેજ કરીએ છીએ જેની અંદર વિડીયો શુટીંગ દરમ્યાન આવેલા ઘોંઘાટને દબાવવા માટે અમો વર્ષોથી જુદી જુદી જાતના ઇન્સ્ટુમેટલ સોંગ અને ફિલ્મી ગીતોના ઉપયોગ કરીએ છીએ. જે માત્રને માત્ર પાર્ટીના પર્સનલ ઘરમાં જોવા માટે હોય છે. આપણે સમજી શકીએ છીએ કે લગ્નની કેસેટ કોઇ થિયેટરમાં કે ટેલીવિઝનમાં બ્રોડકાસ્ટ કરવા માટે બનાવતા નથી. નિયમ મુજબ ધાર્મિક કાર્યોમાં ઓડીયો મુકવો એ કોઇ ગુન્હો નથી છતાં પણ જેવી રેપ્યુટેડ કંપની ફોટોગ્રાફરો ઉપર પોલીસનો સપોર્ટ લઇ ગેરકાયદેસર રીતે દરોડા પાડે છે અને તેનું લાયસન્સ લેવા ધમકાવે છે. તેના સેલ્સ પર્સનો જાણે તેમની પ્રોડકટ ધાક ધમકીથી વેચવા માટે નિકળ્યા હોય તેવું અમાનવીય વર્તન સ્ટુડીયો- ફોટોગ્રાફર ઉ૫ર રેડ કરી તેમના આજીવિકાના સાધનો કબજે કરી જપ્ત કરી લઇ જાય છે. તેની ધરપકડ પણ કરાવે છે જાણે તેમણે કોઇ મોટો ગુન્હો કર્યો હોય અમુક નાના નાના ફોટોગ્રાફરો માટે તો આજ એક આજીવિકાનું સાધન હોય છે તો ઘણા આ માટે ડર ને કારણે પોતાનોધંધો બંધ કરી કોમ્પ્યુટરો સગે વગે કરી ધંધા વિહોણા બેઠા છે જે દેશની સરકારી માટે દુ:ખ દાયક છે. રોજગારીવધે નહીં તો કાંઇ નહી હાલ તો જે લોકો રોજગાર છે તે પણ બીચારા આવી એક કંપનીના ત્રાસને કારણે બેરોજગાર બની રહ્યા છે.
આ અંગે મંગળવારે રેલી યોજી જીલ્લા કલેકટર તથા પોલીસ કમિશનરને આવેદન અપાશે તેમ જણાવાયું હતું.