આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે….

વિવિધ એન્ગલના ચુનીંદા ફોટોઝને જોઇ મુલાકાતીઓ મંત્રમુગ્ધ

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. કહેવાય છે કે એક ફોટો એક હજાર શબ્દની ગરજ સારે છે. આજના દિવસો વિશ્ર્વના જાણીતા ફોટોગ્રાફર્સ ના ચુનીંદા ફોટોઝને એવોર્ડ આપી નવાજવામાં આવે છે.

રાજકોટના વોટસન મ્યુઝિયીમ ખાતે પણ વલ્ડૃ ફોટોગ્રાફી ડે ને અનુલક્ષીને એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના જાણીતા ફોટોગ્રાફર એસ્કોલ મોઝીસના ચુનીંદા ફોટોને ડિસ્પ્લે પર મુકવામાં આવ્યા છે. જેને જોઇ લોકો મુગ્ધ બની ગયા છે.

ફોટોગ્રાફટ એસ્કલ મોઝીસ એ જણાવ્યું હતું કે દર વર્ષે ૧૯ ઓગષ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજનો દિવસ અમારા ફોટોગ્રાફર્સ માટે ખુબ જ સારો દિવસ કહેવાય, લોકો આટલા કોન્સીપસ બન્યા છે. અને ફોટોગ્રાફી દિવસ ઉજવે છે. રાજકોટમાં હજુ જેટલી ઉજવણી થવી જોઇએ તેટલી થતી નથી. મેં ફોટોગ્રાફીની શરુઆત યાંત્રીસ વર્ષ પહેલા બ્લેક એન્ડ વાઇટ ફિલ્મથી કરી છે. ત્યારબાદ કલર ફિલ્મ ત્યારે હવે ડિજીટલમાં મને જાપાનમાં એક એવોર્ડ પણ મળેલ છે.

એ પિકચર એવું હતું કે એક સ્ત્રી તેના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે મેં તેનું ટાઇટલ આપ્યું હતું સોર્સ ઓફ લવ અને તેના પર મને એવોર્ડ મળ્યો હતો.

ટ્રાવેલીંગ મારો શોખ છે તેમાં પણ લેહ-લદ્દાખમાં મે લેન્ડ સ્ટેક કયુૃ હતુ એક દિવસમાં મેં ૩૦૦ થી ૪૦૦ કીમી રાઇડ કરી તે ખુબસુરત જગ્યાએ ફોટોગ્રાફી કરી છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન હિમાન્યાએ જણાવ્યુઁ હતું કે એસ.એન.કે. સ્કુલમાં અભ્યાસ કરું છું. આજે અમે વોટસન મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છીએ. ત્યારે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે ત્યારે અહિયા ખુબ જ સુંદર ફોટોગ્રાફીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાણીઓના તથા કુદરતી અનેક ફોટોગ્રાફ જોઇને ખુબ  જ આનંદ આવ્યો. આવા ફોટો મેં કયારેય જોયા નથી. પહેલી વખત આટલા સુંદર ફોટોગ્રાફસ જોયા જે બ્લેક એન્ડ વાઇટ તથા કલરવાળા પણ હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન શિવ રુપારેલીયાએ જણાવ્યું હતું કે હું એસ.એન.કે. સ્કુલમાં અભ્યાસ કરું છું આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે. ત્યારે અમે આને વોટસન મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છીએ. ત્યાં રાજકોટના ફોટોગ્રાફરની અનેક ફોટોગ્રાફીનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં મને બધા જ ફોટોગ્રાફ ખુબ જ ગમ્યા તેમાં એક સ્ત્રી તેના બાળકને સ્તનપાન કરાવતા હતા તે ફોટોગ્રાફ તથા બધા બાળકો ઉભા છે અને ચિત્તાનો ફોટોગ્રાફ ખુબ જ ગમ્યો. આવા ફોટોગ્રાફસ મેં જોવા ન હોતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.