ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મિરાણી, અરવિંદભાઈ રૈયાણી, બીનાબેન આચાર્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓ ગુંજી ઉઠયા
આતંકવાદ સામેની લડાઈમાં ભારતને વધુ એક સફળતા મળી છે, અત્યાર સુધી પાકિસ્તાનના કુખ્યાત આતંકી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસુર અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અડચણ ઉભી કરી રહેલ ચીન આખરે ઝુંકયું હતું અને ભારતને આ મામલે સાથ આપ્યો હતો. ત્યારે સંયુકત રાષ્ટ્રે પાકિસ્તાનમાં પનાહ રહી રહેલા મસુદ અઝહરને વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. ત્યારે આતંકવાદ સામેની લડાઈમાં ભારતની વધુ એક જીતને શહેર ભાજપ કોર્પોરેશન ચોક ખાતે આતશબાજી અને પરસ્પર મોં મીઠા કરાવીને વધાવાઈ હતી.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, પુલવામાં હુમલા બાદ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સે મળીને મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુકત રાષ્ટ્રની ૧૫ દેશોની સુરક્ષા પરિષધ સમક્ષ મુકયો હતો. જો કે, ચીને સતત ચોથી વખત વીટો વાપરીને તેનો વિરોધ કર્યો હતો, પરિણામે મસુદને આતંકી જાહેર નહોતો કરી શકાયો, પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપ સરકારની કુનેહપૂર્વકની વિદેશ નીતિને કારણે ચીને હવે વલણ બદલ્યું છે અને અન્ય દેશોને સાથ આપ્યો છે ત્યારે મસૂદ વૈશ્ર્વિક આતંકી જાહેર થઈ ગયો છે.
ત્યારે પાકિસ્તાન જાહેરમાં કે કોઈપણ રીતે તેનો બચાવ નહી કરી શકે અને તેને શરણ નહીં આપી શકે, વિશ્વમાં મસુદની જેટલી સંપતિ છે તેને જપ્ત કરી લેવામાં આવશે. તેમજ વિશ્ર્વનો કોઈપણ દેશ મસૂદ સાથે કોઈપણ પ્રકારનો આર્થિક કે કોઈ અન્ય વ્યવહાર નહીં કરી શકે. મસૂદ કોઈપણ દેશમાં હવે પ્રવેશી નહીં શકે અને જો પ્રવેશે તો તેની ત્યાં જ ધરપકડ કરી લેવામાં આવશે.
આ તકે શહેર ભાજપ દ્વારા આતંકવાદ પરની ભારતની સૌથી મોટી સફળતાને વધાવતા કોર્પોરેશન ચોક ખાતે આતશબાજી કરી પરસ્પર મોં મીઠા કરાવાયા હતા અને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી, દેવાંગ માંકડ, પ્રફુલ કાથરોટીયા, મોહનભાઈ વાડોલીયા, કંચનબેન સિધ્ધપુરા, દિવ્યરાજસિંહ ગોહિલ, વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશી, દિલીપભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર, અશોક લુણાગરીયા, પરેશ પીપળીયા, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન ભુત, નિલેશ જલુ, રસીક બદ્રકીયા, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખ પરમાર, હેમુભાઈ પરમાર, ઘનશ્યામ કુંગશીયા, જીતુભાઈ સેલારા, રમેશ પંડયા, કિરીટ ગોહેલ, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, રજની ગોલ, પ્રવિણ પાઘડાર, યોગરાજસિંહ જાડેજા, યોગેશ ભુવા, રાજુભાઈ માલધારી, દુર્ગાબા જાડેજા, દર્શીતાબેન શાહ, મનીશ રાડીયા, દલસુખ જાગાણી, મીનાબેન પારેખ, અશ્ર્વીન ભોરણીયા, નિતીન રામાણી, વર્ષાબેન રાણપરા, શામજીભાઈ ચાવડા, જે.ડી.ડાંગર, ધર્મેન્દ્ર મીરાણી, અનીલ લીંબડ, મુકેશભાઈ મહેતા, કિરણબેન માંકડીયા, પ્રદીપ ડવ, લલીતભાઈ વાડોલીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, હા‚નભાઈ શાહમદાર, ડી.બી.ખીમસુરીયા, રસીકભાઈ પટેલ, અશ્ર્વીનભાઈ પાંભર, ભરત ગમારા, ફા‚ક બાવાણી, રજાક અગવાન, રસીક કાવઠીયા, નરશીભાઈ કાકડીયા, રસીક સાવલીયા, અર્જૂન ડવ, મનોજ પાલીયા, ડો.પ્રીતેશ પોપટ, કુલદિપસિંહ જાડેજા, વિપુલ માખેલા, મનીશ પટેલલ પ્રદીપ ધાંધલ, જગદીશ પટેલ, સંજય પીપળીયા, વજુભાઈ લુણાસીયા, જયંતભાઈ ઠાકર, ગુલાબસિંહ જાડેજા, અશોક જાદવ, મીથુન પ્રમાણી, રાજુ મુંધવા, મેહુલ પટેલ, ઈબ્રાહીમ સોની, જગદીશ રાણપરા, રોહિત મોણપરા, સંજય ચાવડા, નીલેશ ખુંટ, રાજન સીંધવ, રમેશ જાદવ, કિર્તીભાઈ રાવલ, ઈશ્ર્વર જીતીયા, પલ્લવીબેન પોપટ, કિરણબેન હરસોડા, હેમીબેન ભલસોડ, એન.જી.પરમાર, રક્ષાબેન જોષી, ઈન્દીરાબેન ચૌહાણ, રીટાબેન સખીયા, કમલેશ હીન્ડોચા, ચેતન મહેતા, રાજુ પારેખ, છેલભાઈ રાવલ, જગદીશ બારોટ, ધર્મેન્દ્ર ઠાકુર, શાહનવાઝ હુસેન, કિરીટ કામલીયા, જાગૃતીબેન ભાણવડીયા, સુરેશ સીંધવ, નરેન્દ્ર મકવાણા, કેયુર મશ‚, શૈલેષ પરસાણા, દશરથસિંહ જાડેજા, જય ગજ્જર, કિશન ટીલવા, ભરત બોરીચા, હિતેશ ઢોલરીયા સહિતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના નલહરી પંડીત, ચેતન રાવલ, હરીશ ફીચડીયાએ જહેમત ઉઠાવી હતી.