આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ રામજીભાઈ ચાવડા ના “સંઘર્ષ” ને મળી “સફળતા”
વેરાવળ ડાભોર બાયપાસ રોડ ઉપર ગેરકાનુની રીતે મલ્ટીપ્લેક્સ્ષ “ફોનિક્સ સિનેમા” બની ગયેલ હોય. જે અંગેની આર.ટી.આઈ. અધિનિયમ ૨૦૦૫ મુજબ ની માહિતી વેરાવળ ના રહીશ પત્રકાર અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ રામજીભાઈ ચાવડા દ્વારા લાગેલી હોય. અને એ માહિતી મળતા સ્પષ્ટ રીતે સાબિત થયું કે.., આ સિનેમા ગેરકાનુની રીતે ખડકાઈ ગયેલ છે. જેથી તમામ આધાર પુરાવાઓ સાથે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને રજુઆત કરાતા માનનીય કલેકટર દ્વારા અપાય ગયેલ લાઈસન્સ રદ્દ કરી નાખેલ. જેથી આ સિનેમા ના લાયસન્સ ધારક અંકુરભાઈ અજયભાઈ અઢિયા ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગમાં અપીલ અર્થે ગયેલા હોય.
અને અપીલ ની સુનાવણી થયા બાદ સચિવએ એવો હુકમ પણ કરેલ હોય કે ગીર સોમનાથ જીલ્લા કલેકટર નો સિનેમા લાઇસન્સ રદ્દ કરવાનો હુકમ યથાવત રાખવો અને ગેરકાનુની રીતે થયેલું બાંધકામ સત્વરે દૂર કરવું. આમ છતાં પણ આ લાયસન્સ ધારક દ્વારા ફરી વખત મુખ્ય સચિવ અશ્વિની કુમારને રીવ્યુ અરજી કરેલ હોય આ અરજી બાબતે ગાંધીનગર મુખ્ય સચિવ એ બંને પક્ષોને રૂબરૂ બોલાવી અને ઘટતા તમામ જરૂરિયાત મુજબ ના દસ્તાવેજો રજુ કરવા યોગ્ય સમજ સાથે હુકમ કરેલ હોય અને લાયસન્સ ધારક ને પૂરતો સમય પણ આપેલ હોય.
આમ છતાં લાયસન્સ ધારક દ્વારા પ્રથમ થી જ ગેરકાનુની રીતે કાયદાના ડર વગર સિનેમા નું બાંધકામ કરી નાખેલ હોય અને સિનેમા શરૂ કરવા માટેના પણ પ્રયત્નો શરૂ કરેલ હોય પરંતુ મુખ્ય સચિવ અશ્વિની કુમારના કહ્યા મુજબના જરૂરિયાત પ્રમાણે મહત્વના તેમજ કાયદાના નિર્દેશ મુજબના દસ્તાવેજો રજુ કરી શકેલ નહીં. જેથી રીવ્યુ અરજીનો કાયમી માટે નિકાલ કરી આ સિનેમા જો શરૂ કરવું હોય તો લાયસન્સ ધારક દ્વારા પ્રથમ થી જ પ્રાથમિક તબક્કે થી પ્રોસીઝર કરવામાં આવે. અને જે રીતે નવુ લાયસન્સ લેવાનું હોય. અને જે નિયત નમુના નું ફોર્મ ભરી પાયાની પદ્ધતિથી કામગીરી કરી ત્યારબાદ આગળની કાર્યવાહી થઈ શકે
આ ટાઈપ નો હુકમ કરેલ આમ ઘણા લાંબા સમયથી એટલે કે ૨૦૧૪ માં સૌ પ્રથમ કલેકટર સી.પી.પટેલ એ લાઇસન્સ આપેલ હોય. તે લાઇસન્સ ૨૦૧૬ માં કલેકટર અજય કુમારે રદ્દ કરેલ હોય. ત્યારબાદ ગાંધીનગર સચિવાલય ખાતે કાનુની લડત લડતા ગેરકાનુની રીતે કામગીરી થયેલ આ સિનેમા મોટા પાયે વિવાદમાં ફસાયેલ અને વેરાવળ ગીર સોમનાથ જીલ્લામાં “ટોક ઓફ ધી ટાઉન” બની ગયેલ અંતે ગત તારીખ ૨૪/૦૧/૨૦૧૯ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અશ્વિની કુમાર દ્વારા રામજીભાઈ ચાવડા ની કાનુની લડત માં દસ્તાવેજી પુરાવાઓ ને ધ્યાને લઈ આ સિનેમા શરૂ થાય તે પહેલા જ અંત આવ્યો. આમ કાયદા એ કાયદાનું કામ કર્યું એ ૧૦૦ ટકા સાબિત થયું હોય તેવું જણાય આવે છે.
જો કે આ સિનેમા કાનુની લડત માં એટલે બંધ થયું કે તેમાં નેશનલ હાઈ – વે ઓથોરિટી ના કાયદાની કલમ નો ભંગ થયેલ. તેમજ રિબન ડેવલપમેન્ટનો ભંગ થયેલ. ટૂંક માં બાંધકામ રેખા અને નિયંત્રણ રેખાનો ભંગ થયેલ હોય. તેમજ આ સિનેમાની નીચેથી નર્મદા યોજના ની પાણી ની પાઈપ લાઈન પસાર થતી હોય. તેમજ અન્ય કારણોસર આ સિનેમા ગેરકાનુની હોય. જેથી શાંત ચિત્તે કાયદા ના નિર્દેશ મુજબ લડત લડતા અંતે કાયદા એ કાયદા નું કામ કર્યું જો આવી રીતે કાયદો કામ કરે તો એ સાિબત થઈ શકે કે જેટલો “કાયદો” એટલો જ “ફાયદો” તો હવે પછી અમારા મત મુજબ આ સિનેમા શરૂ થઈ શકશે નહીં આમ છતાં પણ આગળ શું થાય તે જોવું રહ્યું..!!!