કંપની દ્વારા અમદાવાદ, મુંબઇ, પુના, દિલ્હી, બેંગ્લોર, કોલકતા, દહેરાદુન જેવા મોટા શહેરોમાં ટૂક સમયમાં આ અંગેનો પાયલોટ પ્રોજેકટ હાથ ધરાશે

વિશ્વને પ્લાસ્ટિક મુકત બનાવવાની જરુરિયાતો અને તેના અમલની વાતો ઘણી વાતો થાય હવે પરંતુ નિષ્ઠાપૂવર્ક તેના અમલ થતો નથી. ત્યારે વિશ્વ વિખ્યાત ફિલિપ કાર્ટ કંપનીએ ઘેર ઘેરથી પ્લાસ્ટિકના પેકેજની મટીરીલ્સ નો કચરો ઉપાડવાના મહાઅભિયાનની જાહેરાત કરી છે. ફિલિપ કોર્ટ ગ્રાહકો પાસેથી પ્લાસ્ટિકના પેકેજ પરત લઇ લેવાનો પાયલોટ પ્રોજેકટને પ્રાયોગિક ધોરણે મુંબઇ, બેંગ્લોર, દહેરાદુન, દિલ્હી, કલકતા, પુના અને અમદાવાદથી જ શરુ કરવાની જાહેરાત કરી છે.

ફિલિપ કોર્ટ ગુરુવારે કરેલી જાહેરાતમાં પ્લાસ્ટિકના પ્રદુષણ સામેની જન જાગૃતિ ગ્રાહકોમાં ઉભી થાય અને પ્લાસ્ટિકના પેકેજીંગ મટીરીયલનો યોગ્ય નિકાલ થાય તે માટેની જનભાગીદારી ઉભી કરવા ફિલિપ કોર્ટ આયોજન બઘ્ધ કાર્યક્રમ તૈયાર કર્યો છે.

ફિલિપ કોર્ટ અમદાવાદ, પુના, કલકતા, દિલ્હી, દેહરાદુન, બેંગ્લોર અને મુંબઇમાં નવા પાયલોટ પ્રોજેકટ દ્વારા ગ્રાહકોને ઘેર ઘેર જઇ પ્લાસ્ટિક પેકેજીંગ મટીરીયલ્સ એકઠુ કરી આ મટીરીયલ આયોજન બઘ્ધ રીતે ઉભી કરેલી વ્યવસ્થાના ભાગરુપે રીસાયકલીંગ યુનિટો સુધી પહોચાડવા માટે ઇકોર્મસની આખી શ્રૃંખલાનો ઉપયોગ કરી જેવી રીતે કંપનીમાં માલ ગ્રાહકો સુધી પહોંચે છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 1

આજ રીતે ગ્રાહકના દરવાજેથી પ્લાસ્ટિક મટીરીયલનો કચરો યોગ્ય જગ્યાએ પરત જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

તેમ ફિલિપ કોર્ટના રજનીશકુમારે જણાવીને ઉમેર્યુ હતું અમે માનીએ છીએ કે આ પ્રથા દરેક કંપનીએ અપનાવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા, સમૃઘ્ધિ ભારતનુ સપનું સરળતાથી પુરુ થાય.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે સૌની ચિંતાનો વિષય છે. અમે એક અભુતપૂર્વ અને ઐતિહાસિક પગલું એ દિશામાં લીધું છે. પહેલી વખત ઇકોર્નસ માર્કેટના માંધાતાઓ ગ્રાહકના ઘેરથી પ્લાસ્ટિક એકઠું કરવાની કામગીરીમાં જોડાઇ રહ્યા છે. આ પ્રથા જો વ્યવસ્થિત રીતે અમલમાં આવી જાય તો પ્લાસ્ટિકના કચરાની આવી જાય તો પ્લાસ્ટિકના કચરાની સમસ્યાનો ઉકેલ આવી જાય. ફિલિપ કાર્ટ ૧૦૦ ટકા રિસાયકલ પ્લાસ્ટિકના એકત્રીકરણનું લક્ષ્ય ૨૦૨૧ સુધી માં પુરુ કરવા પ્રતિબઘ્ધ છે.અત્યારે ૩૩ ટકા ની કામગીરી માટે કંપનીએ વ્યવસ્થા ગોઠવી છે. એકઠા કરાયેલા  પેકેટને માન્ય કોન્ટ્રાટકરોને મોકલીને જેના અંતિમ નિકાલની જવાબદારી સોંપવામાં આવશે.

વિશમાસ્ટરે ફિલિપ કાર્ટના આ કામ માટે યોગ્ય ટ્રેનીંગની વ્યવસ્થા ઉભી કરવાનું બીડુ ઝડપ્યું છે. ફિલિપ કાર્ટના આ અભિયાનથી યુઝ પ્લાસ્ટિક નો કચરો હવે રસ્તા પર ઉડતો નહી દેખાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.