મધ્ય પૂર્વ દેશોમાં વૈશ્વીકમંદીનાં કારણે ઉભી થયેલી આર્થિક ડામાડોળ સ્થિતિમાં ભારતમાં ખાસ કરીને મલયાલમ કામદારોને આફ્રિકા અને ફિલિપાઈન્સમાંથી અરબ રાષ્ટ્રોમાં મોકલવામાં આવી રહ્યા છે.
વિશ્વની આર્થિક મંદીની અસર અખાતનાં દેશોમાં અસર કરી નથી જોકે અખાતમાં પણ હજુ ૨૦૦૮ની સ્થિતિ પુન: આવી નથી પરંતુ ૨૦૨૦ સુધીમાં આ રિકવરી પ્રાપ્ત થઈ જશે.
સાઉદી અરબ ૨૦૨૦માં યોજાનારી વર્લ્હ દુબ, એકસપો ૨૦૨૦ અને સાઉદી અરેબીયા વિઝન ૨૦૨૦થી મંદીનો માહોલ દૂર કરવાનું વિચારી રહ્યા છે.અલબત આ વિકાસને મેળવવા માટે ઝડપથી જે કામગીરી હાથ ધરવામાં આવશે તેનાથી રોજગારીની મોટી તકો ઉભી થશે અત્યારે આર્થિક તંગીના કારણે આફ્રિકા અને ફિલીપાઈન્સમાં ભારતીય કામદારો મંદી અને આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે. જયારે તમામ કામદારો માયે આખાતના દેશો શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે.
કેન્દ્ર સરકારે હાથ ધરેલા સર્વેમાં મલયાલમ મજૂરોને ફિલીપાઈન્સ અને દક્ષિણ આફ્રિકામાં મળતા ૧૪ હજાર જેવા મામુલી વેતનના શોષણમાંથી મૂકત કરાવી તમામ ને આખાત ભણી રવાના કરવામાં આવી રહ્યા.
દક્ષિણ આફ્રિકામાં અત્યારે ભારતીય મજૂરો ખાસ કરીને મલ્યાલમ કામદારોની હાલત કફોડી બની ગઈ છે.
મધ્યપૂર્વના કામદારો સપ્લાય કરતા મજીદ અબ્દુલ્લાએ જણાવ્યું હતુ કે દક્ષિણ-આફ્રિકામાં હવે કામદારોની સ્થિતિ સારી નથી તેની સામે ભારતનાં તાલીમબધ્ધ મજૂરો અને નિષ્ઠાપૂર્વક પોતાના કામ કરવામાં માનતા ભારતીયો માટે હવે ફરીથી આખાતના રસ્તા ખૂલ્યા છે.
ભારતીય ડ્રાઈવરો ૨૦ હજાર રૂપીયાનું વેતન ઈચ્છે છે ત્યારે આફ્રિકામાં ૮ હજારમાં કામ કરવા વાળા મળી જાય છે.
સિકયુરીટીની નોકરી માટે ભારતીયો ૩૦ હજારની માંગણી કરે છે. જયારે સ્થાનિકો ૨૦ હજારમાં કામ કરે છે.
બીજી તરફ ભારત અને સાઉદી સરકાર વચ્ચે હ્યુમન સોરસીસ અને અરસપરસના નાગરીકોનાં આદાનપ્રદાન માટે થયેલી સમજૂતીમાં ભારતનાં તાલીમબધ્ધ કામદારોને આખાતમાં વધુને વધુ ઉપયોગમાં લેવાનું નકકી કરવામાં આવ્યું છે.અત્યારે મધ્ય પૂર્વેના દેશોમાં ખાસ કરીને આફ્રિકા અને ફિલિપાઈન્સની મંદીના કારણે ભારતના કામદારોને હવે ફરીથી દુબઈભણી આવવાની ફરજ પડી ગઈ છે.