ટ્રેનીંગ પ્રોગ્રામનો વેઇટેજ વધારવો, ઈન્ટરવ્યૂ ન લેવા, નિર્ણય ૨૦૨૦ કે ૨૧થી તે અંગે મુંઝવણ
દેશની જુદીજુદી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બનવા માટે નેટ સ્લેટ ઉપરાંત પી.એચ.ડી. ફરજીયાત છે. પરંતુ આગામી દિવસોમાં કોલેજોમાં પ્રોફેસર બનવા માટે પી.એચ.ડી. ફરજીયાત બનાવવા યુજીસીની વિચારણા ચાલી રહી છે. દેશની અંદાજે ૬૫ હજારથી વધારે કોલેજોમાં પ્રોફેસર તરીકે નિયુકિત મેળવવા માટે અત્યારે પી.એચ.ડી. અને નેટ અથવા તો સ્લેટ પાસ હોવી જ‚રી છે.
પ્રોફેસરોની ભરતીમાં પી.એચ.ડી. ફરજીયાત બનાવવા યુજીસીની વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત યુ.જી.સી. દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર બાદ દેશની તમામ કોલેજોને પરિપત્રના આધારે સુચનો મોકલવાની તાકીદ કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ૧૦ કે દિવસ અગાઉ યુજીસીને ત્રણ સૂચનો મોકલવાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.ધીરેન પંડયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, યુજીસીના પરિપત્રને લઈ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ત્રણ સૂચનો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં પરિપત્રમાં દર્શાવ્યા પ્રમાણે પી.એચ.ડી. ફરજીયાત બનાવવાના નિર્ણય ૨૦૨૦ કે ૨૧ કયારથી કરવો તેની મુંઝવણ છે.
ત્યારબાદ પ્રોફેસરોની ટ્રેનીંગ પ્રોગ્રામની વેટેજ સમય વધારવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત જે સીનીયર પ્રોફેસરો છે. તેના ઈન્ટરવ્યુ ન લેવા બાબતે સૂચન કરવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધી પ્રોફેસરોની ટ્રેનીંગમા ૧ વીક ૩ વીક એમ મલ્ટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હતુ અને એકેડેમીક પ્રોગ્રામથી પ્રાધ્યાપકોને ફાયદો થાય તેમજ ટ્રેનીંગ વેટેજ વધારવાથી વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણમાં પણ સુધારો થાય તેમ છે.
મહત્વની વાત એ છે કે સમગ્ર દેશમાં ધીમેધીમે સ્વનિર્ભર કોલેજોની સંખ્યા વધી રહી છે. જેને ધ્યાને લઈ યુજીસી પ્રોફેસરોની ભરતીમાં પી.એચ.ડી. ફરજીયાત બનાવવા વિચારણા કરી રહી છે.