ગાંધીયુગનો પ્રારંભ ટીળકયુગનાં અસ્ત સાથે થયો.જો કે આ યુગની વિચારધારા ગાંધીવાદી ન કહેતા કોંગ્રેસમાં ગાંધી વિચારધારા જેમાં સત્ય , અહિંસા ને પ્રાધાન્ય હતુ , સાથે અત્યાર સુધીનાં ચળવળકારો જે નહોતા કરી શકયા એ આઝાદીનાં આંદોલન સાથે નાનામાં નાના માણસને ખાદીની ચળવળ હોય કે દારુ ની દુકાનોને પિકેટીંગ દ્રારા સ્વદેશી કે વ્યસનમુક્તિ ને આઝાદી સાથે જોડી અને પ્રારંભ થયો અસહકારની ચળવળનો , અંગ્રેજોનાં અમાનુષિ અત્યાચારો સામે અનશનરુપી સત્યાગ્રહનો.અસ્પૃશ્યતા વિરુદ્ધનાં જંગનો.સદીઓથી પિડીત – વંચીતોને સમાજની મુખ્યધારા પ્રવાહમાં જોડવાનો.

આ જ કડીમાં ડો.આંબેડકર 3 ફેબ્રુઆરી , 1921 નાં પત્રમાં છત્રપતિ શાહુજી મહારાજને એક પત્રમાં જણાવે છે કે મોન્ટેગ્યુ હિન્દી મવાળ નેતાઓની સુચના મુજબ વર્તે છે.તેઓ બ્રાહ્મણેતર ચળવળને બહુ પ્રાધાન્ય આપશે કે કેમ તે વિષે સંશય વ્યકત કરે છે.આ પ્રવૃતિ અને ચળવળને મહત્વ આપી કોઇ સમજાવી શકશે એવા નેતા નહોતા.જેથી અંગ્રેજો હિન્દુઓમાં ભાગલા પડાવવા તેને બ્રાહ્મણ વિરોધી સ્વરુપ આપશે.તેનુ લોકનિષ્ઠ પાસુ કચડી નાખી અને વિપ્રયાસ કરવામાં આવ્યો.હિન્દુ સમાજનાં સાંપ્રત સમયમાં કેટલા વિભેદો છે તેને સમજવાની કોઇ તસ્દી લેતુ નથી.બાબા સાહેબ આગળ કહે છે ભલે આજે આ ભેદો સમજવાની કોઇ તસ્દી લેતુ નથી પણ ભવિષ્યની તૈયારી આજથી જ આરંભી દેવી જોઇએ.આ માટે જયારે જયારે મને તક મળશે.ત્યારે હું એક દરેક પ્રતિષ્ઠીત અંગ્રેજ સમક્ષ આ સામાજી અને રાજકીય પ્રશ્ર્નો સંબંધે માહિતી આપું છું.અને આપતો રહીશ.ભલે આજે આ પ્રયાસોનું પરિણામ દેખાતુ ન હોય પણ એ સફળ કે નિષ્ફળ રહ્યા એ ભવિષ્ય બતાડશે.આ કાર્ય કરવા માટે એક પગારદાર કાર્યવાહકની અત્રે નિમંણુક કરવી આવશ્યક છે.જેનો ખર્ચ ઓછામાં ઓછો પાંચસો પાઉન્ડ આવશે.

બીજા પત્રમાં તેઓ લખે છે કે મોન્ટેગ્યુએ મને ફરી મળવા બોલાવ્યો હતો.મુંબઇ વિધાનસભાના સભાસદ તરીકે મારે પરત ભારત જવુ જોઇએ તેવો તેનો આગ્રહ છે.આ ઉપરાંત મુંબઇ વિધાનસભાનાં સભાસદ તરીકે મારિ નિયુકતી કરવી એ પ્રકારેનો તાર તેઓએ મુંબઇ રાજયપાલને કર્યાનું જણાવ્યુ.પરંતુ અહીં બાબા સાહેબની નિ:સ્વાર્થ ભાવે પદના મોહ વગર  સમાજનું કાર્ય કરવાની કટીબદધતા વ્યકત થાય છે અને તેઓ વિધાનસભાનું સભાસદ પદ ઠુકરાવે છે.આવા પદ માટે હું મોહવશ થઇ જાવ અને સમાજનું હિત અને અભ્યાસ અધવચ્ચે છોડીને જતો રહું એવી વ્યકિતગત કિર્તીનો મને મોહ નથી.મારા લોકોની સેવા કરવાની આ તક હું વ્યકિતગત સ્વાર્થ માટે સ્વીકારી ના શકુ.આગળ તેઓ કહે છે હું ઇંગલેન્ડની લેબર પાર્ટી સાથે આ વિષયક ચર્ચા કરવા ઉપરાંત ભારત અને ખાસ કરીને અસ્પૃશ્યોની સમસ્યા ઉજાગર કરવા ’લંડન ટાઇમ્સ ’ ના સંપાદક સાથે મે મૈત્રી કરી છે.

અસ્પૃશ્યોના શિક્ષણ વિષયક એક લેખનું કટીંગ હું આ પત્ર સાથે મોકલી રહ્યો છું જે મે આપેલી માહિતીનાં આધારે તેમણે લખ્યો છે.આમ વિદેશની ધરતી પર અભ્યાસ કરનારો એક વિદ્યાર્થી પોતાના બાંધવોની સમસ્યાનાં નિરાકરણ માટે કેટલા અને કેવા લોકો સન્મુખ વિષય ઉજાગર કરે છે.ભલે તેની કોઇ નોંધ ભારતમાં લે કે ના લે પણ એ દરેક સ્તરે અભ્યાસ કરતા કરતા આ વાત ઉઠાવે છે.1919 માં પ્રથમવાર રાજકીય તખ્તા પર અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો.અને તેને પ્રાંતિય વિધાનસભામાં પ્રતિનિધીત્વ મલ્યુ.કેન્દ્રીય સરકારમાં 14 સભાસદોમાં એક અસ્પૃશ્ય સમાજનો પ્રતિનિધી , જયારે મધ્યપ્રાંની વિધાનસભામાં ચાર , મુંબઇ પ્રાંતમાં બે અને બંગાળ ત્થા ઉત્તર પ્રદેશ માં એક -એક , મદ્રાસમા નવ સભાસદો તરીકે અસ્પૃશ્યોને પ્રતિનિધિત્વ મલ્યુ.’પ્રોવિન્શિયલ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઇમ્પિરિયલ ફાઇનાન્સ ઇન બ્રિટીશ ઇન્ડિયા’ વિષય પર  જુન ,1921 માં એમસસી ની ઉપાધી સાથે લંડન વિદ્યાપીઠમાં તેમનું અધ્યયન હવે પુરુ થવા પર હતુ.પરંતુ અંત સમયે ચલણનો ભાવ વધતા પૈસા ખુટયા આથી સપ્ટે ,1921 માં છત્રપતિ શાહુજી મહારાજને 200 પાઉન્ડ મોકલવા વિનંતિ કરી. ભારત પરત ફરી આ પૈસા વ્યાજ સાથે ચુકવવાની ખાતરી આપી.1922 ના આરંભે ડોકટર ઓફ સાયન્સની પદવી માટે લખેલો ’રુપિયાનો પ્રશ્ર્ન ’ મહાનિબંધ વિદ્યાપીઠ સમક્ષ પ્રસ્તુત કર્યો.

સાથો સાથ બેરિસ્ટરની પરિક્ષા પાસ કરી.6 મે , 1922 ના દિવસે પોતાના આધાર સ્તંભ શાહુજી મહારાજનું દેહાંત બાબાસાહેબને શોકમગ્ન કરી ગયુ.તેમણે રાજારામ મહારાજને 10 મે ના રોજ લખેલા પત્રમાં એક મિત્ર ગુમાવ્યાની લાગણી વ્યકત કરી.

યુરોપના અન્ય વિખ્યાત વિશ્ર્વવિદ્યાલયો માં પ્રવેશ મેળવવા તેઓ બોન ગયા.પરંતુ તેમને તેમના પ્રાધ્યાપક એડવીન કેનને તેમને લંડન પરત બોલાવી પ્રબંદ્ધનું ઉગ્રપણુ ઘટાડવા સુચન કર્યુ.મૂળ વિષયને ધ્યાને લઇ મધ્યવર્તિ કલ્પના અને ઐતહાસિક માહિતી અકબંધ રાખી સ્વરુપ બદલવા પરના અધ્યાપકના આગ્રહને તેઓએ કચવાતા મને સ્વીકાર્યો.તે વખતે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસના પ્રાધ્યાપક હેરોલ્ડ લાસ્કીને નિબંધમા વ્યકત વિચારો અત્યંત જલ્લદ લાગ્યા.અંગ્રેજોના મનમાં એવી આશંકા હતી કે આંબેડકર ભારતનાં ક્રાંતિકારી જુથના છે.

એ શંકા આ વિચારોથી દ્રઢ થઇ અમેરિકામાં અભ્યાસ સમયથી લાલા લજપતરાય સાથેનો તેમનો સહવાસ આ શંકા માટે વધારે મજબુત બન્યો.એક બાજુ તિવ્ર દરિદ્રતા અને નિબંધમાં સુચિત ફેરફાર કરવા સમયના અભાવ થી સ્થિતી વધારે વિકટ બનતા તેઓ 14 એપ્રિલ , 1923 મા ભારત પરત ફર્યા.ત્રણ-ચાર મહિનામાં ખુબ મહેનત થી જોઇએ તેવુ નિબંધનું સ્વરુપ અતિ દ્રઢતાથી આપ્યુ.નિબંધ વિદ્યાપીઠને મોકલી આપ્યા બાદ 1923 માં તે સ્વીકૃત બન્યો અને ડોકટર ઓફ સાયન્સની પદવી પ્રાપ્ત થઇ.આમ ધીરજ , ઉદ્યમશિલતા અને પ્રબળ આશાવાદ થી મળેલી સફળતા થી રમાબાઇ અત્યંત આનંદિત થયા.

તેમને એ વાતનો આનંદ હતો કે અંતે બાબાસાહેબનો અભ્યાસ ઘણી મહેનત અને સંઘર્ષના અંતે પુર્ણ થતા હવે તેઓ ઘરમા મોકળા મને ધ્યાન આપી શકશે.તેમનો મહાનિબંધ ’ ધ પ્રોબ્લેમ ઓફ રુપિ ’ ની સુધારેલી આવૃતિને આર.એસ.કીંગ કંપનીએ 1923 ના ડિસેમ્બરમાં પ્રકાશિત કર્યો.બાબા સાહેબે આ નિબંધ તેમના માતા પિતા અને અને શિક્ષણ માટે જેમણે ઘણું વેઠયુ છે તેમને અર્પણ કર્યો.પોતાના શિષ્યના વિચારો અને બુદ્ધિવાદને ગતિ આપનારા નવિનતા વિશે તે વખતના વિખ્યાત અર્થશાસ્ત્રીએ આંબેડકરને શાબાશી આપી.આ ગ્રંથમા બ્રિટીશ રાજકર્તાઓએ ભારતિય રુપિયાનું પ્રમાણ બ્રિટીશ વ્યાપારીઓના કલ્યાણ માટે કેવી રિતે નકકી કર્યુ અને ભારતનું કેવી રિતે શોષણ કર્યુ એ વિષયક આંખો ખોલનારો પ્રકાશ લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં ત્યાંની સરકાર વિરુદ્ધ પ્રકાશ પાથર્યો.

ત્રણ વિશ્ર્વવિદ્યાલયોમાં જ્ઞાન સંપાદન માટે તિવ્ર તપશ્ર્ચર્યાનાં અંતે અર્થશાસ્ત્ર , સમાજશાસ્ત્ર , માનવશાસ્ત્ર , ઘર્મ અને કાયદાશાસ્ત્ર ઉપરાંત ઇતિહાસ જેવા વિષયોમાં જ્ઞાન થી ભરેલા પંડિત બની ગયા.હવે આગળના સંગ્રામ માટે પાંડિત્યનાં આ જ્ઞાનરુપી ઓઝારો સાથે હવે તર્કબદ્ધ દાખલા – દલીલ સાથે અસ્પૃશ્યતા વિરુદ્ધ અને ભારતને પોતાનું ખોવાયેલુ ગૌરવ પૂન:પ્રાપ્ત કરાવવા સજ્જ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.