• ચૂંટણી પૂર્વે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવામાં કોઈ અડચણ નહિ આવે
  • અગાઉ કામને વિલંબ થવાની શકયતા સેવાઈ રહી હતી, પણ અંતિમ તબક્કામાં કામ ઝડપભેર આગળ વધ્યું

રાજકોટની ભાગોળે આકાર લઈ રહેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-1નું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે બાકીનું કામ 1 મહિનામાં પૂર્ણ થઈ જશે. એટલે ચૂંટણી પૂર્વે પીએમ મોદીના હસ્તે એરપોર્ટનું લોકાર્પણ થવામાં કોઈ અડચણ નહિ આવે.

PM Narendra Modi lauds Himachal's progress, stress on further development in years ahead | India News | Zee News

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂા.1400 કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂર્ણ કરી દેવાનો આદેશ છુટતા કામમાં  ઝડપ વધારી દેવામાં આવી હતી.

આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે, જે 90 ટકા પૂર્ણ થઈ ગયું છે. ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. ફેઝ-1નું બાકી રહેલું કામ 1 મહિનામાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બાકી રહેલા કામમાં ગામનું સ્થળાંતર તેમજ ટાવર અને વિન્ડમિલ સિફટિંગના કામનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે મેં એરપોર્ટમાં  ’ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં 12 એરક્રાફટ લેન્ડ કરાવી શકનારો હશે, એરપોર્ટમાં એક સાથે 14 વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે 1800 મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું વિશાળ ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.

એરપોર્ટનું કામ હાલ 90% કામ પૂર્ણ

હીરાસર એરપોર્ટનું કામ હાલ 90 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. જો કે 10 ટકા જેટલું કામ હજુ બાકી છે. જે એક મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ગામનું સ્થળાંતર, બ્રિજ સહિતના કામો હજુ બાકી છે.

4 ફેઈઝમાં થઈ રહ્યું છે કામ, અંતિમ ફેઈઝનું કામ 2040માં પૂર્ણ થશે

હીરાસર એરપોર્ટનો પ્રોજેક્ટ મહાકાય છે. આ પ્રોજેક્ટના કામને 4 ફેઈઝમાં વહેંચવામાં આવ્યા છે. હાલ ફેઝ-1નું કામ એક મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ પુરપાટ ઝડપે ફેઝ-2નું કામ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. જો કે ફેઝ-4નું કામ 2040માં પૂર્ણ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.