ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં ચુંટાયેલ પ્રેસિડેન્ટ ડો.મોન્ટુકુમાર પટેલનો સન્માન સમારોહ
તારીખ 2/5 ના રોજ આત્મીય યુનિવર્સીટી ખાતે યોજાયેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નાં આ સન્માન સમારોહમાં રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ જેવી સૌરાષ્ટ્રની તમામ કોલેજ ના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલઓ, વિવિધ વિષયોના ફેકલ્ટીઓ તેમજ ફાર્મસ્યુટીક્લ મેનુફેક્ચરિંગ એશોસીયેશન, પંચાયત ફાર્મસીસ્ટ એશોસિયેશન, ટી.એફ.જી.એ. કોર્પોરેશન, ફાર્મસીસ્ટ એશોસિયેશન ના હોદેદારો તેમજ વિધ-વિધ કોલેજોના વિધાર્થીઓએ આ સન્માન સમારોહમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ડો મોન્ટુકુમાર પટેલનું ભાવભર્યું સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સૌનો આભાર વ્યક્ત કરતા ર્ડા મોન્ટુકુમાર પટેલે જણાવ્યું હતું કે, માનનીય કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર દ્વારા હિલ બાય ઇન્ડિયા કેમ્પિયન અંતર્ગત ગ્લોબલ સ્ટાન્ડર્ડ ને સમક્ક્ષ એજ્યુકેશન અભ્યાસક્રમ બનાવવાની પહેલ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાર્મસી એજ્યુકેશનનો અભ્યાસક્રમ વિદેશની પ્રમુખ કોલેજો તેમજ યુનિવર્સીટીઓની સમકક્ષ કરવામાં આવશે.
આત્મીય યુનિવર્સિટી માં યોજાયેલ આ કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર ડો. શીલા રામચંદ્રન અને સૌરાષ્ટ્ર અને ગુજરાતની ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલઓ તેમજ વિવિધ કોલેજોના ટ્રસ્ટીઓ એ ડો મોન્ટુકુમાર સાથે ચર્ચા- વિચારણા કરી હતી અને આ કાર્યક્રમમાં ફાર્મસી અભ્યક્રમમાં ગઊઙ 2020 ને અનુરૂપ પરિવર્તન કરવા માટે સૂચનો સાથેનો ભલામણ પત્ર અર્પણ કર્યો હતો,
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના આ કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર ડો. શીલા રામચંદ્રન, ફાર્મસી કોલેજનાં પ્રિન્સિપાલ ડો અરવિંદ લુંભાની, ડો રિસાદ જીવાણી, ડો લાલજી બાલદાનીયા, ડો ભરત ચૌધરી, ડો સંતોષ કિર્તનેં, ડો નીતિન ઉપવર, ડો તુષાર દેસાઈ, ડો વડાલિયા, ડો ચાવડા, ડો ટાંક, ડો ઓમ્ ત્રિવેદી, જીગ્નેશભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.