ફાર્મસીના વિધાર્થીઑ અને ફેકલ્ટી દ્વારા રેલી યોજી આરોગ્ય અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ
રપ સપ્ટેમ્બર એટલે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે સમગ્ર દેશમાં ફાર્માસિસ્ટ દ્વારા આ દિવસની ઉજવણી થઇ રહી છે. રાજકોટની મારવાડી કોલેજ દ્વારા પણ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી અને ફાર્મસીનાં વિઘાર્થીઓએ એક રેલી યોજી હતી.
મારવાડી યુનિ. ફેકલ્ટી ઓફ ફાર્માસીસના પ્રિન્સીપલ ડો. વિપુલ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે રપ સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નીમીતે ફાર્માસીસ્ટનું જે ઇમ્પોરટન્સ છે. દવાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ પેસન્ટ, ફાર્માસીસ્ટ અને ડોકટર વચ્ચેની જુ લીંક છે તે કંઇ રીતે મેઇન્ટેઇન થાય તે બતાવાનો તેમને મોકો મળ્યો છે. જેથી સ્ટુડન્ટ અને ફેકલ્ટી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
આસિસ્ટનટ પ્રોફેસર બુસરા ફઝલઅહેમદ પઠાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજનો દિવસ એટલે ફાર્માસીસ્ટ ડે અને આ દિવસ ફાર્માસીસ્ટ માટે ગર્વનો દિવસ છે. મારવાડીના વિઘાર્થીઓ હાલ ફાર્મસીનો સ્ટુડન્ટ હોવાથી ગર્વ અનુભવી રહ્યા છે.