ચાલુ વર્ષે બીફાર્મા કોર્ષના ૫૦૦૦ એડમીશન લેવાયા: છેલ્લા બે વર્ષમાં ફાર્મા ક્ષેત્રે મોટા સુધારાઓ થયા

દવા બજારકમાં ‘બુમ’ને લઇ ફાર્મસીઓની ફરી બોલબાલા જાગી. આગામી થોડા સમયમાં ગુજરાત રાજય ફાર્માસિયુટીકલ ઇન્ડસ્ટ્રી એટલે કે દવા બનાવવાના ઉઘોગ માટે હબ બની જશે તેમાં કોઇ સંકટને સ્થાન નથી. કારણ કે, છેેલ્લા બે વર્ષમાં દવા બજારની સ્થિતિમાં ઘણો સુધારો નોંધાયો છે. હાલના શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માં ફાર્માના બેચલર કોર્ષમાં અધધ પ હજાર એડમીશન લેવાયા છે. માત્ર ૧૨.૯ ટકા જેટલી જ બેઠકો ખાલી છે જે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોસિસ દ્વારા લેવાતા તમામ કોર્ષના એડમીશનમાં સૌથી ઓછું છે.

વર્ષ ૨૦૧૬માં બીફાર્મામાં ૪૧.૫૨૦ સીટો ખાલી નોંધાઇ હતી જયારે વર્ષ ૨૦૧૭ માં ૧૬.૮ ટકા સીટો ખાલી રહી હતી. તો વર્ષ ૨૦૧૮માં ઘટાડાની સાથે માત્ર ૧૨.૯ટકા સીટો જ ખાલી નોંધાઇ છે. વર્ષ ૨૦૧૬ થી માંઁડી વર્ષ  ૨૦૧૮ સુધીમાં ડીગ્રી ફાર્મસી કોર્ષોમા ૧૮૦ સીટાનો વધારો પણ થયો છે.

આ અંગે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચર્સ એસોસિએશનના ગુજરાત બોર્ડમાં ચેરમેન વિરાંચી શાહે કહ્યું કે ગુજરાતમાં ફાર્માસિયુટીકલ ઇન્ડસ્ટીમાં ઇકોનોમીક પ્રવૃતિઓ વધી છે. જેના પરિણામે કામ કરતા ટેકનીકલ વર્ગની માંગ પણ વધી છે. તો આ ઉપરાંત ફાર્મા ઇન્ડસ્ટ્રીઓ માટે સરકારે અમુક નિયમો બદલતા આ મોટો સુધારો નોંધાયો છે. અને ખાસ કરીને ફાર્માસિયુટીકસ, કવોલીટી કેમીસ્ટ્રીમાં ટેકનીકલ નિષ્ણાતોની માંગ વધુ વધી છે.

ફાર્મા ક્ષેત્રે વર્ષ ૨૦૧૬૫ થી અત્યાર સુધી સ્થિતિનું વિશ્વલોશ્ર્ણ કરીએ તો એમ ફાર્મામાં વર્ષ ૨૦૧૬ માં ૮૩.૪૦ ટકા સીટો ખાલી રહી છે. જયારે ચાલુ વર્ષે તે આંકડો ઘટી ૬૪ ટકા એ પહોચ્યો છે. ફાર્માક્ષેત્રે  વધારાની તકો ઉભી થતાં વધુ પ્રમાણમાં વિઘાર્થીઓ આ તરફ આકર્ષાયા છે. અને હાલ ગુજરાતની ટોચની મેડીકલ કોલેજોમાંથી આવતા વિઘાર્થીઓને વર્ષનું ૪.૫ થી પાંચ લાખનું સેલેરી પેકેજ મળી રહ્યું છે. જેના કારણે પણ વિઘાર્થીઓ આકર્ષાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.