દવાઓની સેક્ધડ બ્રાન્ડ લોન્ચ કરી સસ્તા દરે વેચાણ કરાશે જેનો લાભાર્થીઓને ફાયદો થશે
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી ‘આયુષ્યમાન ભારત’ વીમા યોજનાનો લાભ દેશના ગરીબ મધ્યમ વર્ગને થશે તો બીજી તરફ આ યોજનાના પગલાથી દર્દીઓને મોટી રાહત મળી શકે તે માટે ફાર્મા કંપનીઓ દ્વારા પણ સસ્તી દવાઓ ‘સેક્ધડ બ્રાન્ડ’ તરીકે લોન્ચ કરી રહી છે. જેનાથી દવાઓનું નીચા દરે વેચાણ કરાશે અને દર્દીઓ તેનોલાભ લઈ શકશે આ દવાની કંપનીઓમાં ફાઈઝર જેવી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીઓ, ગ્લેકસોસ્મિથલાઈન ફાર્મા અને એબોટે તેમના ઉત્પાદનોની ઓછી કિંમતવાળી ‘સેક્ધડ બ્રાન્ડ’ લોંચ કરવાની દરખાસ્ત કરી છે.
યુએસ ઈન્ડીયા બીઝનેસ કાઉન્સીલે આ અંગે સરકારની સલામત પોલીસીમાં સહભાગી થવાની તૈયારી બતાવી છે. અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ વીમા યોજનામાં ફાર્મા કંપનીઓએ ‘સેક્ધડ બ્રાન્ડ’ લોંચ કરવાની મંજૂરી માગી છે. મહત્વનું છે કે સરકારની આ મહત્વકાંક્ષી યોજનામાં યુએસઆઈબીસીનું આ સૂચન મહત્વનું સાબીત થઈ શકે છે. ૨૦૨૨ સુધીનાં સ્ક્રીનીંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે અને ભારતીયોના સ્વાસ્થ્ય રેકોર્ડને ડિજિટલ ‚પે સ્ટોર કરવામાં આવશે.
મેડીકેર તરીકે ઓળખાતા આયુષ્યમાન ભારત વિશ્ર્વની સૌથી મોટીહેલ્થ કેર યોજના છે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને સારામાં સારી આરોગ્ય સેવા સારામાં સારી હોસ્પિટલમાં આપવામાં આવશે. આ વીમા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બરમાં ઝારખંડથી લોન્ચ કરવામાં આવી આ યોજનામાં ૫૦ કરોડ જેટલા લાભાર્થીઓને આવરી લેવાનું લક્ષ્યાંક છે.
હેલ્થકેર સેકટરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને સર્વીસીસની માંગને પહોચી વળવા માટે ફાર્મા કંપનીઓને સેક્ધડ બ્રાન્ડ દ્વારા ગરીબ દર્દીઓને ફાયદો થાય તેવી ઓફર કરી છે.