સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા આયોજન: આયોજકો ‘અબતક’ના દ્વારે
સમગ્ર વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ માટે પુજયપાદ ગોસ્વામી ૧૦૦૮ શ્રી વલ્લભલાલજી મહારાજની આજ્ઞા એવં, પૂજયપાદ શ્રી ગોપેશકુમારજી મહોદયના આર્શીવાદથી સર્વોતમ સેવા સંસ્થાનના અધ્યક્ષ શ્રી ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકારો સાથે હોરી ફૂલફાગ રસીયાનું આયોજન કરેલ છે.
પૂજય ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયની આજ્ઞાથી ભારતીય કલ્ચર ફેસ્ટીવલ ફૂલફાગ હોરી રસીયા, જે ઠાકોરજી અને વ્રજભકતોનાં પ્રેમના પ્રતિક રૂપે દર્શન આપે છે.
તે હોરી રસીયાને જન-જન સુધી પહોચાડવા અને ભારતીય સંસ્કૃતિથી યુવા પેઢીને જોડવા માટે ભારતના અનેકોઅનેક રાજયોમાં તથા ગુજરાતના અનેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં આવા કાર્યક્રમોનું સર્વોતમ સેવા સંસ્થાન દ્વારા આયોજન કરવામાં આવે છે. તો આવા કાર્યક્રમનાં ભાગ રૂપે રાજકોટમાં ‘પ્રદ્મયુમનસિંહજી પ્રાથમિક શાળા નં.૨ના ગ્રાઉન્ડમાં કરણપરા ચોક ખાતે તા. ૨૪ના રાત્રે ૯ કલાકે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરેલ છે. સમગ્ર વૈષ્ણવસૃષ્ટિને લાભ લેવા અનુરોધ કરાયો છે.
‘અબતક’ના આંગણે આયોજકો રઘુરાજ સીસોદીયા, ભરતભા, સંચાણીયા, વ્રજદાસ લાઠીયા, હર્ષદભાઈ ફીચડીયા, ભગવાનજીભાઈ ભાલોડીયા, દેવેન પારેખ રાકેશ આડેસરા, પિયુષ ફીચડીયા આવ્યા હતા.