ફાગણ સુદ તેરસના રોજ શૈત્રુજય પર્વની પરિક્રમા એટલે કે ભાવયાત્રાનું આયોજન કરવામાં આવે છે કે જેમાં ૬ ગાવની પરિક્રમા કરવામાં આવે છે. આ અંતર્ગત રાજકોટના જાગનાથ દેરાસર ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટયા હતા.
દિનેશ પારેખએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ફાગણ સુદ તેરસના દિવસે કરોડો મુનીઓ પોતાના ભાવથી ધર્મ આરાધના કરી મોક્ષ પદ પામ્યા છે. તે શુભ દિવસે કરોડો યાત્રાળુઓ વહેલી સવારે આદિનાથ ભગવાનની જય બોલાવી ને છ ગાઉની પરિક્રમા કરે છે. જે ભાગ્યશાળીઓ આ યાત્રા ન કરિ રહે તે સૌ પોત પોતાના સંઘમાં શત્રુજય પંથદર્શન કરી આચાર્ય ભગવંતની પાવન દિશામાં ભાવયાત્રાનું આયોજન કરતા હોય છે. આ ભાવયાત્રા બાદ પાલનું પણ આયોજન હોય છે. પાલમાં થેપલા, દહીં, દ્રાક્ષ નું આયોજન હોય છે.