નગરસેવકોની હા ચાલાકીથી કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓમાં રોષ: કોર્પોરેટર નિલેશ મા‚ અને કોંગ્રેસના મહિલા નગરસેવિકાના પતિ મયુરસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદની તજવીજ: ઈસ્ટઝોન કચેરીએ કર્મચારીઓ એકત્ર યા: મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની પણ દોડી ગયા
રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં આજે સવારે વધુ એક ફડાકાકાંડની ઘટના બની છે. કોંગ્રેસના કોર્પોરેટર અને મહિલા નગરસેવિકાના પતિએ ડેપ્યુટી ઈજનેરને ચા
ર ી પાંચ ફડાકા ઝીંકી દેતા કર્મચારી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં પણી આવતું ન હોવાની ફરિયાદ કરી કોંગી કોર્પોરેટર નિલેશ મા
‚એ વોર્ડના ડેપ્યુટી ઈજનેરને ફડાકા ઝીંકી દીધા છે. ફડાકાબાજ કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદની તજવીજ હા ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલી રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરીમાં આજે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર નિલેશ મા‚ અને વોર્ડના મહિલા નગરસેવિકાના પતિ મયુરસિંહ સતુભા જાડેજા કચેરીએ ધસી આવ્યા હતા અને ‚મ નં.૧૫માં વોર્ડ નં.૧૮ના ડેપ્યુટી ઈજનેર હેમેન્દ્ર કોટકને એવું કહ્યું હતું કે, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોી પાણી ની આવતું, ડેપ્યુટી ઈજનેર કઈ સમજે તે પહેલા જ કોર્પોરેટર નિલેશ મા‚એ ચાર ી પાંચ ફડાકા ઝીંકી દેતા સનસનાટી મચી જવા પામી હતી.
કર્મચારી પર નગરસેવકે હા ચાલાકી કરી હોવાની વાત વા
યુવેગે પ્રસરતા ઈસ્ટઝોન કચેરી ખાતે કર્મચારીઓ એકત્ર ઈ ગયા હતા. મામલો વધુ ન બીચકે તે માટે તાબડતોબ વિજીલન્સ પોલીસ ઘટના સ્ળે દોડી ગઈ હતી. ઈસ્ટઝોન કચેરીના સીટી ઈજનેર મહેન્દ્રસિંહ કામલીયાએ આ સમગ્ર ઘટના અંગે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને ટેલીફોનીક માહિતી આપતા ખુદ કમિશનર પણ ઈસ્ટઝોન કચેરી ખાતે ધસી ગયા હતા. દરમિયાન ડેપ્યુટી ઈજનેર હેમેન્દ્ર કોટક પર હા ઉપાડનાર કોંગ્રેસના કોર્પોરેટર નિલેશભાઈ મા‚ અને કોંગી નગરસેવિકાના પતિ મયુરસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદની તજવીજ શ‚ કરી દેવામાં આવી છે.
કર્મચારીઓ અને અધિકારીઓ પર વારંવાર તા હુમલાી રોષે ભરાયેલા કોર્પોરેશનના કર્મચારીઓ આજે ઈસ્ટ ઝોન કચેરીએ એકત્ર ઈ ગયા હતા અને કામગીરી દરમિયાન બંદોબસ્ત આપવામાં આવે તેવી માંગણી કરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે ઈસ્ટઝોન કચેરી ખાતે તંગદીલી જેવો માહોલ સર્જાય ગયો છે. તમામ કર્મચારીઓ પોતાનું કામી અળગા ઈ ગયા છે અને સુરક્ષાની માંગણી કરી રહ્યાં છે. કચેરીમાં ફરી એક વખત ફડાકાકાંડની ઘટના સર્જાતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઈસ્ટ અને વેસ્ટ ઝોન કચેરીમાં વિજીલન્સ પોલીસ અને સીસીટીવી કેમેરા મુકાશે: મ્યુનિ.કમિશનર
કોર્પોરેશનની ઈસ્ટઝોન કચેરીમાં આજે કોંગી કોર્પોરેટરોએ ધડબડાટી બોલાવતા વોર્ડ નં.૧૮ના ડેપ્યુટી ઈજનેર હેમેન્દ્ર કોટકને ચાર ી પાંચ ફડાકા માર્યા હોવાની વાતની જાણ તા જ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની તાબડતોબ ઈસ્ટઝોન કચેરીએ દોડી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સ્ટાફની સલામતી જોખમાય તે કયારેય ચલાવી લેવામાં આવશે નહીં. સ્ટાફ પર હુમલા વાની ઘટના ખુબ ગંભીર છે. ઈસ્ટ અને વેસ્ટ ઝોન કચેરીમાં આગામી દિવસોમાં વિજીલન્સ પોલીસ તૈનાત કરવામાં આવશે. સાો સા સ્ટાફની સલામતી માટે દરેક અધિકારીની ચેમ્બર અને વિભાગોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. આજની ઘટના ખુબજ ગંભીર છે. કોઈ નગરસેવક અધિકારી કે કર્મચારી પર હા ઉપાડે કે હુમલા કરે તે ઘટના સાખી નહી લેવાય.
અમને બદનામ કરવાનું અધિકારીઓનું કાવતરુ: કોંગી કોર્પોરેટરો મેયર પાસે દોડી ગયા
વોર્ડ નં.૧૮ના ડેપ્યુટી ઈજનેર હેમેન્દ્ર કોટકને કોંગી કોર્પોરેટર નિલેશ મા‚એ ફડાકા માર્યા હોવાની ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાટ શ‚ ઈ ગયો હોવાની જાણ તાંની સો જ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં તમામ કોંગી કોર્પોરેટરો રજૂઆત કરવા માટે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય પાસે દોડી ગયા હતા અને તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશનના અિધકારીઓ અને કર્મચારીઓ કોર્પોરેટરને બદનામ કરવા માંગે છે. વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં પાણી મળતું ન હોવાની રજૂઆત અનેકવાર કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવતી ની. આજે પાણી પ્રશ્ર્ને રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી ઈ હતી. ફડાકા માર્યા હોવાની વાત તદન ખોટી હોવાનું કોંગી કોર્પોરેટરોએ જણાવ્યું હતું. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે વળતી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોઈ કર્મચારી કે અધિકારી પર હા ઉપાડવામાં આવશે તો આ ઘટના કયારેય સાખી લેવામાં આવશે નહીં.