ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ થવાથી ૪૫ હજાર ગ્રાહકોની સંતોષકારક સેવા બનશે
પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડની વાવડી ખાતે નવનિર્મિત કાર્યાલયનું આવતીકાલે સાંજે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે. પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરી કાર્યરત બનતા ૪૫ હજાર ગ્રાહકોની સંતોષકારક સેવા બની રહેશે તેમ શહેર વર્તુળના અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું.
વાવડી પેટા વિભાગીય કચેરી વાવડી ગામના મેઇન ગેઇટ પાસે નવનિર્મિત બની છે. તેનું તા.૧૫ને શુક્રવારે સાંજે પાંચ કલાકે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ થશે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા અને અરવિંદભાઇ રૈયાણી ઉપસ્થિત રહેશે.
વાવડી વિભાગીય પેટા કચેરી કાર્યરત થવાથી ૪૫ હજાર ગ્રાહકોને ત્વરિત સંતોષકારક સેવાઓ પુરી પાડી શકાશે તેમ પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેર પી.એન.વ્યાસની યાદીમાં જણાવ્યું છે.