• બે કલાક-બે દિવસની સુવિધા ઉપરાંત  100 કે.વી.એ.થી વધુ વીજ વપરાશવાળા એચટી કનેકશન મેળવવા ઈચ્છતા વીજ ગ્રાહકો માટે પણ કોલ એન્ડ અપ્લાયનો નવતર અભિગમ અમલમાં  મૂકાયો

પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં સીપીસીની નવી ઝડપી પધ્ધતિ અમલ માં મુકેલ છે. જેનાથી ગ્રાહકોની નવા હળવા વીજ જોડાણ મેળવવા, લોડ માં વધારો ઘટાડો કરવો, નામમાં ફેરફાર, કામ ચલાઉ વીજ જોડાણ જેવી અનેક સેવાઓની નોંધણી ખૂબ જ ઝડપથી તથા પ્રમાણભૂત પધ્ધતિથી થઇ રહી છે. આ માટે “ઙયિઙફશમ” પદ્ધત્તિ દ્વારા પહેલેથી જ જરૂરી બધી રકમ ઓનલાઈન સિસ્ટમ દ્વારા ઘરે બેઠા ભરી જરૂરી ડોક્યુમેન્ટનું બિડાણ પણ ઓન લાઈન જ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ પદ્ધત્તિ ની સફળ કામગીરી પછી પીજીવીસીએલ દ્વારા બે કલાક – બે દિવસ  એટલેકે ક્લિક કરો અને વીજ જોડાણ મેળવો ની એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં ઓન લાઈન અરજી કરવાથી જરૂરી નોંધણી કરી 2 કલાકમાં જ તેની અરજી નો નંબર પાડી સંલગ્ન પેટા વિભાગીય કચેરી ને મોકલવામાં આવશે. પેટા વિભાગીય કચેરી દ્વારા અરજદાર ના સ્થળ નું નિરીક્ષણ કરી જો અરજદાર ની અરજી મુજબ સ્થળ પર વીજ માળખા માં કોઈપણ ફેરફાર ની આવશ્યકતા ન હોય (અ કેટેગરી) અને અરજદારે પોતાનું જરૂરી વાયરીંગ પૂરું કરી ટેસ્ટ રિપોર્ટ નું બિડાણ કરી ફી ની રકમ ભરેલી હોય તેવા કિસ્સા માં 2 દિવસ માં જ મીટર તથા સર્વિસ નો કેબલ ફીટ કરી વીજ જોડાણ ચાલુ કરી આપવામાં આવશે. અરજદારે ઓળખપત્ર અને જગ્યા ના માલિકી / વપરાશકાર ના પ્રમાણભૂત પુરાવાઓ એમ સામાન્ય રીતે 2 પ્રકારના ડોક્યુમેન્ટ જ બિડાણ માં આપવાના રહે છે.

પીજીવીસીએલ દ્વારા તેના HT વીજ ગ્રાહકોલક્ષી સેવા તરફ વધુ એક કદમ આગળ વધતા 100 કે.વી.એ. થી વધુ વીજ વપરાશવાળા ભારે દબાણના (HT) વીજ જોડાણ અંગેની સેવાઓ માટે ઝવય HT The HT Connection Gate Way : Call  Apply નો નવતર અભિગમ અમલમાં મુકેલ છે. જેમાં ભારે વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો / અરજદારો ને નવા વીજ જોડાણ, હાય જોડાણના લોડમાં વધારો/ઘટાડો કરવા જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. સદર સુવિધાની જાણકારી માટે નોડલ ઓફિસર તરીકે પીજીવીસીએલ, કોર્પોરેટ કચેરીના અધિક્ષક ઈજનેર (ટેકનીકલ) (મો.નં. 93139 26166) ની નિમણુક કરવામાં આવેલ છે.

પીજીવીસીએલ દ્વારા બે કલાક – બે દિવસ અને The HT Connection Gate Way : Call  Apply જેવી સુવિધાઓ અમલમાં મૂકી ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી તેના વીજ ગ્રાહકોને વધુ સુદ્રઢ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાનો તથા નાણા અને સમયની બચત થાય તે મુખ્ય હેતુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.