જુનાગઢ મહાપાલિકાનાં મ્યુનિ. કમિશનર તથા અમદાવાદના ડીએમસીની પોસ્ટ પણ અપગ્રેડ
રાજય સરકારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ અને સરકારની કંપનીઓના કેટલાક હોદાને નિશ્ર્ચિત આઈ.એ.એસ.કેડર સમક્ષ જાહેર કર્યા છે. આ અંગેની સામાન્ય વહિવટ વિભાગની યાદીમાં જણાવાયા અનુસાર રાજય સરકારે ઉતર ગુજરાત વીજ કંપની લિ.મહેસાણાના મેનેજીંગ ડિરેકટર, ગાંધીનગર મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરો, કમિશનર ઓફ મ્યુનીસિપાલિટિઝ, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ડિરેકટર અને પ્રાથમિક શિક્ષણ નિયામક ઉપરાંત રાહત નિયામકના હોદાને અધિક સચિવ સમકક્ષ તેમજ ડી-સેગના ચીફ એકઝયુકીટીવ ઓફિસર, જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટના મેનેજીંગ ડિરેકટરના હોદાને સંયુકત સચિવ સમકક્ષ જયારે મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિ. ગાંધીનગરના હોદાને નાયબ સચિવ સમક્ષ ગણવાનો નિર્ણય લીધો છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com
.