- વાવડી અને ખોખડદળ હેઠળના વિસ્તારોમાં વીજ તંત્રની 46 ટીમોના દરોડા
- ગઈકાલે ચાર સબ ડિવિઝનો હેઠળના વિસ્તારોના ચેકીંગમાં 28 લાખની વીજચોરી પકડાઈ
રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન-3 હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાવડી સબ ડિવિઝન હેઠળના જેકે ઇન્ડ વિસ્તાર, મારુતિ ઇન્ડ વિસ્તાર, નટરાજ ઇન્ડ વિસ્તાર, વાવડી ઇન્ડ વિસ્તાર, બાલાજી ઇન્ડ વિસ્તાર, સરદાર ઇન્ડ વિસ્તાર, ગોલ્ડન ઇન્ડ વિસ્તાર, રાણી ઇન્ડ વિસ્તાર, ખોખળદડ સબ ડિવિઝન હેઠળના સહજાનંદ ઇન્ડ વિસ્તાર, કિશન ઇન્ડ એસ્ટેટ, બજરંગ ઇન્ડ વિસ્તાર, જયનાથ ઇન્ડ વિસ્તાર, લોઠડા ઇન્ડ વિસ્તાર, મારુતિ ઇન્ડ વિસ્તારમાં 46 ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઇવમાં 11કેવી સોલર, 11 કેવી પ્રશાંત, 11 કેવી ભારતસ્ટીલ, 11 કેવી નિજાનંદ, 11 કેવી જયનાથ, 11 કેવી મુરલીધર, 11 કેવી લોઠડા, 11 કેવી ઓમેગા વગેરે ફીડર આવરી લેવામાં આવ્યા છે. ગઈકાલે રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન – 1 હેઠળ પ્રહલાદ પ્લોટ, કોઠારીયા રોડ,. સોરઠીયા વાડી, મિલપરા સબ ડિવિઝન હેઠળ 46 ટીમોએ જે ચેકીંગ હાથ ધર્યું હતું. એમા 1384 કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 140 કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડતા રૂ.28.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.