રાજકોટ પીજીવીસીએલ દ્વારા  જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચેકિંગ કરીને વીજ ચોરીઓ પકડી પાડવામાં આવી રહી છે.  ગોંડલ પંથકના વિસ્તારોમાં  સઘન વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું. ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની કુલ 27 જેટલી વીજચેકિંગની ટુકડીઓ ત્રાટકી હતી. જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 462 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 70 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં એક અઠવાડિયામાં જ કુલ રૂ. 20.15 લાખ રકમની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે.

લાખો રૂપિયાની વીજ ચોરી પકડાય

આ અગાઉ પણ વીજ તંત્ર દ્વારા રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને ભુજ ખાતે વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું.  જેના થકી પીજીવીસીએલ કંપનીને વીજ વિતરણ બાબતમાં એ+ રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા હાસલ કરેલ છે.

ધ્રાંગધ્રા: પી.જી.વી.સી.એલ દ્વારા વીજ ચેકીંગમાં 27 લાખનો દંડ ફટકાર્યો

ઘર વપરાશ કોમર્શિયલ અને ખેતી સહિતના 95 કનેકશનમાં વીજ ચોરી

ધ્રાંગધ્રા શહેર આંબેડકર નગર,તથા પાટડી, દસાડા,વિસ્તારોમા પીજીવીસીએલની વિજિલન્સ ની ટીમે ચેકીંગ હાથ ધરી 95 કનેકશનમાં વિજ ચોરી જડપી પાડી 27.લાખનો દંડ ફટકારવામાં આવ્યો. ધ્રાંગધ્રા શહેર આંબેડકર નગર,અને પાટડી, દસાડા,થક મા વીજચોરી અંઞેની ફરીયાદ ને લઈ ને પીજીવીસીએલ ની વિજીલંસ ની 40 ટીમો એસ આર પી પોલીસ જવાન સાથે રાખીને વીજકપની ના અધીકારી ઓ સાથે ધ્રાંગધ્રા શહેર તથા પાટડી, દસાડા વિસ્તારમાં અલઞ અલઞ ટીમ સાથે વેહલી સવારથી વીજચેકીઞ કામઞીરી શરૂ કરવામાં આવતા ઘર વપરાશ કોમર્સીયલ. ખેતી સહીત ના કુલ 582 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે 95 કનેશન મા વીજચોરી જણાતા 27 લાખ રૂપીયાનો ડન ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વો મા ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે વેહલી સવાર ચેકીઞ કામઞીરી હાથધરવા મા આવતા અનેક લોકો ઝપટે ચડી ઞયા હતા ત્યારે તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ  કડક મા કડક કાયઁવાહી કરવામા આવશે તેમ જણાવ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.