પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી., રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ 21 સબ ડીવીઝનો આવેલા છે કુલ સાડા છ લાખ થી વધુ ગ્રાહકોને રાજકોટ શહેરમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. હાલમાં દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે . દિવાળી એ રોશનીનો તહેવાર છે એટલે પીજીવીસીએલના ગ્રાહકો ને સાતત્ય પૂર્વક વીજ પુરવઠો પૂરો પાડવાની જવાબદારી વધી જાય છે.
તમામ સબ ડિવીઝનોમાં ઈજનેરો અને લાઈનમેનોની રાઉન્ડ ધ કલોક શીફટ: વીજ નેટવર્ક નજીક ફટાકડા ન ફોડવા લોકોને વીજ તંત્રની અપીલ
પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ ના તમામ ગ્રાહકોને સાતત્ય પૂર્વક વીજ પુરવઠો મળી રહે અને ગ્રાહકોની ફરિયાદોનું ત્વરીત નિરાકરણ આવે તે હેતુ થી સબ ડિવિઝનોમાં ઈજનેરો અને લાઈન સ્ટાફ ની રાઉન્ડ ધી કલોક શિફ્ટ ડ્યૂટિ ગોઠવવામાં આવેલ છે. તમામ ને ફરજ સોપાઈ ગંયેલ છે. જરૂરી માલ સામાનનું આયોજન કરવામાં આવેલ છે . માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે દિવાળી એ એક ઉત્સાહ અને ઉમંગ નો તહેવાર છે . કોઈપણ પ્રકારના વીજ અકસ્માત ની દુર્ઘટના ના બને તે માટે અપીલ કરવામાં આવી છે કે
વીજ નેટવર્ક થી સલામત અંતરે રહેવું . વીજ નેટવર્ક જેમ કે એચ.ટી. લાઈન , એલ.ટી. લાઈન , ટ્રાન્સફોર્મર સેન્ટર ની નજીક ફટાકડા – રોકેટ ના ફોડવા , શોર્ટ સર્કીટ ના બનાવ બને ત્યારે વીજ કચેરીના ફરિયાદ નિવારણ કેન્દ્રમાં તુરંત જાણ કરવી .
કોઇપણ ફરિયાદ હોયતો આ નંબર ઉપર ફોન ઘુમાવો
પેટાવિભાગીય કચેરીનું નામ | મોબાઈલ નં. |
પ્રહલાદપ્લોટ સબડીવીઝન | 9687633692 |
મીલપરા સબડીવીઝન | 9687633713 |
કોઠારીયારોડ સબડીવીઝન | 9687633715 |
સોરઠીયાવાડી સબડીવીઝન | 9687633718 |
આજી-1 સબડીવીઝન | 9925209768 |
રણછોડનગર સબડીવીઝન | 9687633717 |
આજી-ઈન્ડ. સબડીવીઝન | 9687633714 |
મોરબી રોડ સબડીવીઝન | 6357327348 |
બેડીનાકા સબડીવીઝન | 9925209777 |
લક્ષ્મીનગર સબડીવીઝન | 9925209786 |
મહિલાકોલેજ સબડીવીઝન | 9925209780 |
પ્રધુમનનગર સબડીવીઝન | 9925209782 |
ઉદ્યોગનગર સબડીવીઝન | 9925209779 |
માધાપર સબડીવીઝન | 9925209761 |
રૈયારોડ સબડીવીઝન | 9099904770 |
કાલાવડ રોડ સબડીવીઝન | 9925209781 |
મવડી રોડ સબડીવીઝન | 9925209773 |
વાવડી સબડીવીઝન | 9925209765 |
નાનામવા સબડીવીઝન | 9925209783 |
ખોખડદળ સબડીવીઝન | 6357084868 |
મોટામવા સબડીવીઝન | 6357373416 |
પીજીવીસીએલના રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરે શહેરીજનો માટે તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર કર્યા જાહેર
દિવાળીએ અનેક કારણોસર વીજ વિક્ષેપ ઉભો થતો હોય છે. આવા સમયે શહેરીજનો તુરંત ફરિયાદ નોંધાવી શકે અને તેઓની ફરિયાદ સોલ્વ થઈ શકે તે માટે પીજીવીસીએલના રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરે તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કર્યા છે.પીજીવીસીએલના ગ્રાહકો જોગ જણાવાયું છેકે દિવાળી દરમ્યાન વીજ વિક્ષેપ, વીજ ફોલ્ટ, શોર્ટ સર્કિટ તથા કોઈપણ જાનહાનીના બનાવોની માહિતી વીજ બીલમાં દર્શાવેલ સબ ડીવીઝનના ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ નોંધાવી શકાશે જેથી વીજ પ્રવાહ સાતત્યપૂર્ણ પૂરો પાડી શકાય ઉપરાંત દરેક ફોલ્ટ સેન્ટરના નંબરો જાહેર કરયા છે.જેમાં વીજ ગ્રાહકો પોતાની ફરિયાદ લખાવી શકે.આ ઉપરાંત પીજીવીસીએલનાં કસ્ટમર કેર સેન્ટર નં. 1800233 155333 તથશ 19122 ઉપર ફરિયાદ નોંધાવી શકાય છે. સાથે વોટસએપ નં. 95120 19122 ઉપર પણ મેેસેજ દ્વારા ફરિયાદ કરી શકાય છે.