પીજીવીસીએલનું બજેટ બમણું, સુવિધા સાધારણ
કુવાઓના વીજળીકરણ માટે .૧૫૬૫ કરોડ, સાગર ખેડૂ યોજના માટે ૩૮૦૦ કરોડ, આઈપીડીએસ યોજના માટે ૨૯૯ કરોડ, જયોતિગ્રામ યોજના માટે ૨૧૬ કરોડ, એચવીડીએસ યોજના માટે ૧૬૩ કરોડ અને સોલાર પંપ યોજના માટે ૨૬૬ કરોડની જોગવાઈ
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર એચ.આર.સુારે આજે પત્રકાર પરિષદમાં વીજ કંપનીનું વર્ષ ૨૦૧૭-૧૮નું ગયા વર્ષની સરખામણીએ બમણું ૩૨૮૮કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં જુદી જુદી ગ્રાહકલક્ષી અને માળખાકીય સુવિધાઓ માટે કરોડો ‚પિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પત્રકાર પરિષદ સંબોધતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં અંદાજિત મુડી ખર્ચની રકમ .૩૨૮૮ કરોડ આંકવામાં આવી છે. જેમાં ખેતીવાડી કુવાઓના વિજળીકરણ માટે નોર્મલ અને તત્કાલ યોજના હેઠળ આ વર્ષે ૯૨૧૩૪ કુવાઓમાં વીજળીકરણ માટે ૧૫૬૫ કરોડનો ખર્ચ અંદાજમાં આવ્યો છે.
ઈન્ટીગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ આ વર્ષે ા.૨૯૯ કરોડ ફાળવાયા છે જેમાં ૬૯ ગામડાઓના નેટવર્કની સુધારણા અને ઈન્ફ્રાસ્ટ્રકચર સપન શક્તિના વિકાસ દ્વારા ગુણવત્તાસભર વીજ પુરવઠો પુરો પડાશે. દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જયોતિ યોજના અંતર્ગત આ વર્ષે ૨૧૬ કરોડ બજેટમાં ફાળવાયા છે. આ ઉપરાંત એચપીડીએસ યોજના હેઠળ ૧૬૩ કરોડ અને સોલારપંપ માટે રૂ.૨૬૬ કરોડ અંદાજવામાં આવ્યા છે. ખેતીવાડી કનેકશનોમાં આ વર્ષે કુલ ૬૨૫૦ની સંખ્યામાં સોલાર પંપ લગાડવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે.
નોર્મલ ડેવલોપમેન્ટ અને નેટવર્ક સિસ્ટમ સુધારણામાં યોજના હેઠળ ૬૨૫૦ની કરોડ અંદાજવામાં આવ્યા છે. જે અંતર્ગત જૂની ડિસ્ટ્રીબ્યુશન લાઈનોનું રિનોવેશન, ફિડર બાઈફરગેશન, સહિતના ગ્રાહકલક્ષી કામો કરાશે. સરદાર કૃષિ જયોતિ યોજના અંતર્ગત ૭૧ કરોડ અને સાગરખેડૂ સર્વાગી વિકાસ હેઠળ ૩૮૦૦ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
સોલાર હોમલાઈન યોજના અંતર્ગત પીજીવીસીએલ વિસ્તાર હેઠળના પહાડી, રણ કે જંગલ વિસ્તારમાં જયાં સામાન્ય નેટવર્ક શકય ની. તેવા વિસ્તારમાં સોલાર હોમ લાઈન યોજના હેઠળ આ વર્ષે રૂ.૧૫૭૫ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યા છે. જયારે ડીઆઈએસએસ યોજના હેઠળ ૨૦ કરોડ અને અન્ય મુડીગત યોજનાઓ જેવી કે, કેપેસીટર, ર્ઈંગ, ઝુંપડપટ્ટીમાં વિજળીકરણ સહિતની યોજનાઓના ખર્ચ માટે ૨૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષેપણ પીજીવીસીએલના બજેટમાં કરોડો ‚પિયાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ મોટેભાગે ગ્રાહકોને આ તમામ યોજનાઓનો લાભ ન મળતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવો, ખેતીવાડી અને રહેણાંકના પેન્ડીંગ વીજ કનેકશન, ટોલ ફ્રિ નંબર સતત વ્યસ્ત અવા બંધ રહેવો, અધિકારીઓ અનિયમીત જર્જરીત વાયરીંગ, ટ્રીપીંગ અને અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલની અવ્યવસના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે.
બીજીબાજુ સૌરાષ્ટ્રભરમાં લાખો વીજ ગ્રાહકોની સામે માત્ર ૨૫૦ જેટલા સબ ડિવીઝન હોવાના કારણે જે તે સબ ડિવીઝન દીઠ વીજ ગ્રાહકોનો ભરાવો ાય છે. પરિણામે તમામ જગ્યાએ કામગીરી કરવી શકય બનતી ની.
તેમજ વીજ ગ્રાહકો અને વિસ્તારની દ્રષ્ટીએ સૌી મોટી પીજીવીસીએલમાં અત્યાર સુધી એકમાત્ર ટોલ ફ્રિ નંબર ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રભરમાં અકસ્માતે ગ્રાહકોને આ નંબર પર સંપર્ક ઈ શકતો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
પત્રકાર પરિષદમાં પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર એચ.આર.સુાર, ચિફ એન્જીનીયર કે.એમ.ભુવા, જનરલ મેનેજર કે.એસ.મલકાન, ગાંધી, ભટ્ટ, કોઠારી સહિતના તમામ સર્કલના ઈજનેરો ઉપસ્તિ રહ્યાં હતા.
પીજીવીસીએલનું બજેટ ઉડતીનજરે
- વર્ષ ૨૦૧૭-૧૮નું ૩૨૮૮ કરોડનું બજેટ રજૂ
- એક વર્ષમાં ૯૨૧૩૪ ખેતીવાડી કુવાઓમાં.૧૫૬૫ કરોડના ખર્ચે વીજળીકરણ કરાશે
- આઈપીડીએસ યોજના હેઠળ .૨૯૯ કરોડની જોગવાઈ
- ડીડીયુજીજેવાય યોજના હેઠળ ૨૧૬ કરોડની જોગવાઈ
- એચવીડીએસ યોજના હેઠળ ૧૬૩ કરોડ બજેટમાં ફાળવાયા
- સોલાર પંપ સેટ યોજના અંતર્ગત ૧ વર્ષમાં ૬૨૫૦ સેટ લગાડવાનો લક્ષ્યાંક: ૨૬૬ કરોડ ફાળવાયા