સીતાગઢ: વિજ કચેરીના કામ અર્થે જતી વેળાએ કાળનો કોળીયો બન્યા: મૃતક અધિકારીનું ચક્ષુદાન કરાવાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે પર અકસ્માતોની વણઝાર વરસી રહી છે અને અકસ્માતો બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના વખતપર ગામ નજીક pgvcl ના અધિકારી સહિત કર્મચારીની કાર અચાનક પલ્ટી ખાતાં અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સાયલા હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પગલે સુરેન્દ્રનગર હોસ્પિટલ લાવતાં સમયે રસ્તામાં મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી છે.

1652502743469

વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લા લીંમડી શહેરના ક્રિષના નગરના રમેશભાઈ લાલજીભાઈ પરમાર ઉર્ફે શાસ્ત્રી અંદાજે ઉંમર 50 જેઓ ઙૠટઈક જીઇબી કચેરીમાં માં સુદામડા લાઈન ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને સાયલા હેડ ક્વાર્ટર ખાતે જેઓ જીઈબીના ત્રણ કર્મચારી સહિત સીતાગઢ વિજ કચેરીના સબ સ્ટેશનના કામ અર્થે જીઈબી ની કાર લઈને જતાં સમયે સાયલાના વખતપર ગામ નજીક અચાનક અજાણ્યા વાહનની અડફેટે આવતાં કાર પલ્ટી ખાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં અધિકારી સહિત ત્રણ કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ લાઈન ઈન્સ્પેકટરને ગંભિર ઈજાના પગલે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સીયુશાહ મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે લઈ જતાં સમયે રસ્તામાં મોત નિપજ્યું હતું અને ટીબી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર સહિત સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો છે મૃતક આધેડને પીએમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડી પીએમ કરવામાં આવ્યું છે. મૃતક અધિકારીનુ ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.