પાવર આવે તો ઝાટકા, મોટર બળી જવાની ખેડુતોની ફરિયાદ.
વડિયા ના pgvcl નીચે આવતું જેતપુર તાલુકાનું ખજૂરી ગુદાળા ગામ જે ખજૂરી ગુદાળા ગામના ખેડૂતોને પોતાની ખેતી કરવામાં પાવર બાબતે પડતી હાલાકીની અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ન આપાયું આજે ખજૂરી ગુદાળા ગામના ખેડૂતો ને પડતી હાલાકી ને લઈને પહોંચ્યા વડિયા pgvcl ઓફિસે અને આપ્યું આવેદન પત્ર કે આમરે આમરી જમીનોમાં વાવણી કરેલી છે જેમાં તમો પૂરતો પાવર આપતા નથી
આ શબ્દો કહી કાર્યપાલક ઓફિસનો પંખો બંધ કરી કાર્યપાલકને જણાવ્યું કે તમોને ખબર પડે કે ખેડૂત ને લાઈટ વગર કેવી તકલીફ પડે તે તમે ગરમી અનુભવો કહી ખેડૂતે કરી રજુઆત અમારે પાવર આવે છે તો ઝટકા મારે છે જે અમારા ઇલેક્ટ્રિક સાધનો બળી જાય છે જે અમો વાવણીને પાણી પાવા માટેની મોટરો જેવા સાધનો કાલે પાંચ ખેડૂતોના સાધનો બળી ગયા છે માટે તમો અમોને પૂરતો પાવર આપો અને મેઈન લાઈનો ખરાબ છે તે રીપેરીંગ કરો અને ક્યારે રિપેરીં કરશો તે લેખિત અમોને આપોની માગ સાથે નાખ્યા ઘામાં.
આવેદનપત્ર આપ્યા બાદ કાર્યપાલક ઈજનેર પાસે ખેડૂતોએ લેખિત મા માગણી કરી કાર્યપાલક ઇજનેરે ખેડૂતોની જરૂરિયાત અને અવાજ ને દબાવવા પોલીસને ફોન કરી પોલીસ ને બોલાવી પોલીસ આવ્યા બાદ પોલીસે ખેડૂતોને ધક્કે ચડાવ્યા ત્યારબાદ ખેડૂતોમાં રોષ ઉઠ્યો હતો.