રૂ.૨.૨૦ કરોડનું વીજ બીલ ચડી જતા કનેકશન કાપવાની નોટીસ.

જસદણ નગરપાલીકા પાસે પીજીવીસીએલનું કરોડો રૂપીયાનું વિજ બીલ બાકી કાઢવા નોટીસ ફટકારતા રાજકીય વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચા અને ચકચાર જાગી છે. કેટલાક સભ્યોએ એવો પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો જસદણ પાલીકાને અનેક આવકોનાં કરોડો રૂપીયા હોવા છતા વીજ બીલ કયાં કારણોસર ભર્યું નથી? આવા અનેક સવાલો વચ્ચે પીજીવીસીએલએ જસદણ નગરપાલીકાને એક નોટીસ મોકલી છે.

જેમાં જણાવ્યું છે કે અમો તમને વોટર વર્કસ કનેકશનોનાં દરમાસે બીલ મોકલીએ છીએ છતા ભરતા નથી આના કારણે ૨,૨૦,૮૩ કરોડ તમારૂ ચડતર બીલ થયું છે. જો આ બીલ ભરપાય ન કરવામાં આવે તો અમારે કનેકશન કાપવાની ફરજ પડશે અત્રે એ નોંધનીય છે કે પીજીવીસીએલનાં અધિકારીઓ, કર્મચારીઓ જસદણના સામાન્ય ગરીબ ગ્રાહકો પાસે થોડી રકમ બાકી હોય ત્યાં કનેકશન કાપી નાખે છે. ત્યારે પાલીકા સામે ઘૂંટણીયે પડે છે કે પછી વીજ જોડાણ કાપે છે. તેની આગામી દિવસોમાં ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.