લક્ષ્મીનગરમાં આવેલી કચેરીના એડી. જનરલ મેનેજરની ફરિયાદ પરથી પોલીસે મહિલા પ્યુન સામે ચોરીનો ગુનો નોંધ્યો
શહેરના નાના મવા રોડ લક્ષ્મીનગરમાં આવેલી પીજીવીસીએલ કચેરીના એમ.ડી.નું રૂ. ૨૫ હજારનું બ્રેસલેટ ચોરાઇ ગયા મહિલા પીયુન સામે ફરિયાદ નોંધાઈ છે. બ્રેસલેટ પાછુ આપવા માટે એમ.ડી પાસે મહિલા પિયુને રૂ.૫૦૦૦ માંગણી કરી ધમકી આપ્યાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.બનાવ અંગે માલવીયાનગર પોલીસે નાના મવા રોડ પર આવેલી પીજીવીસીએલના એડીશનલ જનરલ મેનેજર અવિનાશભાઇ રૂપસિંહ કટારા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી આ કચેરીમાં જ પ્યુન તરીકે નોકરી કરતાં મદીનાબેન મકરાણી સામે આઇપીસી ૩૮૧ મુજબ ચોરીનો ગુનો નોંધી તેની પુછતાછ હાથ ધરી છે.અવિનાશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૩/૯ના સાંજે સાતેક વાગ્યે અમારા એમ.ડી.ના એકઝીકયુટિવ આસીસ્ટન્ટે મને જણાવ્યું હતું કે આપણા એમ.ડી. સાહેબનું કાળા મોતીની ડિઝાઇનવાળુ અંદાજે ૨૫ હજારની કિંમતનું હાથમાં પહેરવાનું બ્રેસલેટ ગુમ થયું છે. સવારે તેઓ ઓફિસે આવ્યા ત્યારે હાથમાં હતું. આ બાબતે તપાસ કરવા કહેતાં સિકયુરીટી ગાર્ડ બ્રીજરાજસિંહ જાડેજાને આ અંગે મેં વાત કરતાં તેણે કહ્યું હતું કે આવું એક બ્રેસલેટ તેણે પ્યુન મદીનાબેન પાસે જોયું હતું.જયારે બ્રેસલેટ માંગવા જતા તમારે બ્રેસલેટ પાછુ જોઇતું હોય તો મને રૂ. ૫૦૦૦ આપે તો જ પાછુ આપીશ કહી પિયુને માંગણી કરી હતી. અંતે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. હેડકોન્સ. એ. જે. કાનગડે આરોપીની પુછતાછ કરવા તજવીજ હાથ ધરી છે.