ઓગસ્ટ ૨૦૧૮માં કુલ ૧૦૦ જગ્યા માટે અધધધ ૫૮ હજાર ઉમેદવારોએ અરજી કરી હતી : રિફંડ મેળવવા ઉમેદવારોએ પીજીવીસીએલની વેબસાઈટમાં બેન્ક ડિટેઇલ સબમિટ કરવાની રહેશે

પીજીવીસીએલની જુનિયર આસિસ્ટન્ટની ભરતી રદ કરી દેવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ ૧૦૦ જગ્યા માટે ૫૮ હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ તમામને તેની ફી રીફન્ડ કરી દેવામાં આવનાર છે. જેના માટે ઉમેદવારોએ પીજીવીસીએલની વેબસાઈટ ઉપર બેન્ક ડિટેઇલ ભરવાની રહેશે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની ૧૦૦ જગ્યા માટે ગત તા. ૨૩/૦૮/૨૦૧૮ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં કુલ ૫૮ હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પીજીવીસીએલ દ્વારા ગત રોજ અનિવાર્ય કારણોસર આ ભરતી રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પીજીવીસીએલમાંથી મળતી વિગત અનુસાર જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી હતી તેઓને રીફન્ડ આપી દેવામાં આવનાર છે. ફી રીફન્ડ મેળવવા માટે તમામ ઉમેદવારોએ મોબાઈલ ઉપર મેસેજ મારફતે જાણ પણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોએ પીજીવીસીએલની વેબસાઈટ ઉપર તા. ૧૭થી ૨૭ ડિસેમ્બર દરમિયાન રીકૃટમેન્ટ કેટેગરીમાં જઈને જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા ફી રીફન્ડ મેળવવા પોતાની બેન્ક ડિટેઇલ સહિતની જરૂરી વિગતો સબમિટ કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.